મેલબોર્ન: ભારતીય ટેનિસ ખેલાડી લિએન્ડર પેસે રવિવારે ઓસ્ટ્રેલિયન ઓપનની શરૂઆત કરી હતી, જ્યારે તે તેની સાથી લાટવિયાની જેલેના ટુર્નામેન્ટના બીજા રાઉન્ડમાં પહોચ્યો હતો. ભારતીય સ્ટારને પ્રથમ સેટમાં નિરાશાનો સામનો કરવો પડ્યો હતો, જો કે, પેસ અને સ્ટાપેન્કોએ ટૂર્નામેન્ટમાં આગળ પ્રગતિ માટે આગામી બે સેટમાં પુનરાગમન કર્યું હતું.
આ દરમિયાન રોહન બોપન્ના ક્વાર્ટર ફાઇનલમાં પહોચ્યો હતો, બોપન્ના અને યુક્રેનિયન ભાગીદાર નડિયાઆ કિચેનોકે પોતાના બીજા રાઉન્ડમાં નિકોલ મેલિકર અને બ્રુનો સોરેસની ટીમને 6-4 7-6-4થી હરાવી હતી. નોંધનીય છે કે, પેસ તેની છેલ્લી ઓસ્ટ્રેલિયન ઓપન રમી રહ્યો છે, તેણે જાહેરાત કરી હતી કે 2020 તેનું અંતિમ વર્ષ છે.
પેસે 8 ડબલ્સ અને 10 મિશ્રિત ડબલ્સ ગ્રાન્ડ સ્લેમ ખિતાબ જીત્યા છે. તેમને રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ મળ્યો છે. ભારતનો સર્વોચ્ચ રમત ગૌરવ એવોર્ડ 1996-97માં મળ્યો છે, જ્યારે 1990માં અર્જુન એવોર્ડ, 2001માં પદ્મશ્રી એવોર્ડ અને ભારતનો ત્રીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ ભૂષણ, જાન્યુઆરી, 2014માં, ટેનિસમાં તેના શ્રેષ્ઠ યોગદાન માટે તેમણે 1996ના એટલાન્ટા ઓલિમ્પિક રમતોમાં સિંગલ્સમાં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
1992થી 2016 સુધી તેણે સતત ઓલિમ્પિકમાં ભાગ લીધો હતો અને તે સાત ઓલિમ્પિક રમતોમાં ભાગ લેનાર પ્રથમ ભારતીય અને એકમાત્ર ટેનિસ ખેલાડી બન્યો હતો.