ન્યુઝ ડેસ્ક : ઓઇનુમ બેમબેમ દેવી ભારતની મહિલા ફૂટબોલ ખેલાડી છે. તેનો જન્મ 4 એપ્રિલ, ૧૯૮૦ના રોજ મણિપુરની રાજધાની ઇમ્ફાલમાં થયો હતો. ઓઇનુમની ઇન્ડિયન વિમેન્સ લિગની પ્રથમ મહિલા મેનેજર તરીકે નિમણૂંક કરવામાં આવી હતી. વર્તમાન સમયમાં ઓઇનુમ બેમબેમ દેવી મહિલા ફૂટબોલ વિશે જાગૃતિ ફેલાવી રહી છે.
ઓઇનુમે ૧૯૮૮માં એક ફૂટબોલર તરીકે તેની કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો અને ૧૯૯૧માં તેને ૧૧ વર્ષની વયે સબ-જુનિયર અન્ડર ૧૩ ફૂટબોલમાં તેના રાજ્ય મણિપુરનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ૩૨મી નેશનલ ગેઇમ્સ બાદ ઓઇનુમને આંધ્ર પ્રદેશની સ્ટેટ ટીમની કપ્તાન તરીકે નિયુક્ત કરવામાં આવી હતી.
૧૯૯૫માં, ૧૫ વર્ષની વયે બેમબેમે એશિયન વિમેન્સ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો અને ગુઆમ સામેની મેચમાં તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત કરી હતી. બેમબેમ ભારતીય ટીમમાં છ નંબરની જર્સી પહેરતી હતી.
ઓઇનુમ બેમબેમ દેવીની સિદ્ધિઓ
- ૨૦૦૧માં એઆઇએફએફ વિમેન્સ ફૂટબોલર ઓફ ધી યર તરીકે પસંદગી
- ૧૩ વર્ષ બાદ ફરી વખત ફૂટબોલર ઓફ ધી યર તરીકે પસંદગી થઇ
- તેને ૨૦૧૭માં અર્જુન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો
- ૨૦૨૦માં પદ્મશ્રી માટે પસંદગી