હૈદરાબાદ : બેંટિગ હોય કે બોલિંગ ક્રિકેટ મેચમાં પાવર પ્લે અને ડેથ ઓવર સૌથી મહત્વપૂર્ણ પાસા છે. પરંતુ આવી માન્યતાને તોડીને ચાલી ચાલુ વર્લ્ડ કપમાં મિડલ ઓવર સફળતાની ચાવી સાબિત થઈ છે. ચાલુ વર્લ્ડ કપ 2023 માં સાબિત થયું છે કે, મિડલ ઓવર દરમિયાન બેંટિગ હોય કે બોલીંગમાં ટીમનું પ્રદર્શન પરિણામમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તમામ ટોચની ટીમોએ મિડલ ઓવરમાં શ્રેષ્ઠ દેખાવ કરીને પોઈન્ટ ટેબલમાં હાલનું સ્થાન મેળવ્યું છે.
ભારત, દક્ષિણ આફ્રિકા, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાના મિડલ ઓવરમાં મજબૂત પ્રદર્શનના પરિણામે વર્લ્ડ કપ 2023 ના પોઈન્ટ ટેબલમાં અનુક્રમે ટોચના 4 સ્થાન મેળવ્યા હતા. ભારતે અત્યાર સુધીની તેમની તમામ મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. દક્ષિણ આફ્રિકા પોઈન્ટ ટેબલમાં 4 જીત સાથે બીજા ક્રમે છે. જ્યારે ન્યુઝીલેન્ડ વધુ સારા નેટ રન રેટ (NRR)ને કારણે ત્રીજા સ્થાને છે. પાંચ વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા ટીમે શરુઆત સારી કરી નહોતી, પરંતુ સતત 3 જીત સાથે અદભૂત કમબેક કર્યું છે.
છેલ્લા બે વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં રનર-અપ રહેલી ન્યુઝીલેન્ડ ટીમે અત્યાર સુધી મિડલ ઓવરોમાં માસ્ટરી મેળવી છે. જેમાં બેટ્સમેન અને બોલરો બંનેએ અસાધારણ પ્રદર્શન કર્યું હતું. છેલ્લી 5 મેચોમાં ન્યુઝીલેન્ડના બેટ્સમેન 97.15 ના સ્ટ્રાઈક રેટ સાથે 171 રનની એવરેજથી 853 રન સાથે મિડલ ઓવરોમાં સૌથી વધુ રન બનાવનારી ટીમની યાદીમાં બીજા ક્રમે છે.
ઉપરાંત બે વખતની વર્લ્ડ ચેમ્પિયન ભારત ચાલુ વર્લ્ડ કપમાં તમામ 5 મેચ જીતીને શાનદાર પ્રદર્શન કરી રહ્યું છે. રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમ 95.45 ની એવરેજ સાથે 155.2 ની એવરેજ સાથે સ્કોર કરીને 776 રન બનાવ્યા છે. દક્ષિણ આફ્રિકા ટીમે પણ નેધરલેન્ડ સામેની હારને બાદ કરતા બેટ અને બોલથી વર્લ્ડ કપમાં વર્ચસ્વ જમાવ્યું છે.
મિડલ ઓવરમાં તમામ ટીમોનું બેટિંગ પ્રદર્શન | |||||
ટીમ | મેચ | રન | વિકેટ | ઇનિંગ્સ દીઠ એવરેજ રન | SR |
ન્યૂઝીલેન્ડ | 5 | 853 | 9 | 170.6 | 97.15 |
ભારત | 5 | 776 | 12 | 155.2 | 95.45 |
દક્ષિણ આફ્રિકા | 5 | 920 | 17 | 184 | 102.22 |
પાકિસ્તાન | 5 | 844 | 20 | 168.8 | 93.78 |
શ્રિલંકા | 5 | 800 | 19 | 160 | 98.28 |
ઓસ્ટ્રેલિયા | 5 | 773 | 21 | 154.6 | 88.65 |
બાંગ્લાદેશ | 5 | 648 | 20 | 129.6 | 74.65 |
ઈંગ્લેન્ડ | 5 | 752 | 28 | 150.4 | 100 |
અફઘાનિસ્તાન | 5 | 652 | 28 | 130.4 | 76.53 |
નેધરલેન્ડ | 5 | 612 | 31 | 122.4 | 77.86 |
5 મેચોમાં 11 થી 40 ઓવરની વચ્ચે 30 ઓવરના ગાળામાં 184 ની એવરેજથી 920 રન સાથે દક્ષિણ આફ્રિકા આગળ છે. આ મસમોટો સ્કોર 102.22ના સ્ટ્રાઈક રેટથી બનાવ્યો હતો, જે ICC વર્લ્ડ કપમાં ભાગ લેનારી તમામ ટીમોમાં શ્રેષ્ઠ છે. ઓસ્ટ્રેલિયા ટીમ અપેક્ષાઓ પર ખરા ઉતરવામાં નિષ્ફળ ગઈ અને પ્રથમ 2 મેચમાં ભારત અને દક્ષિણ આફ્રિકા સામે અનુક્રમે 199 અને 177 રનમાં આઉટ થઈ હતી. જોકે ઓસ્ટ્રેલિયાએ મિડલ ઓવરોમાં 154.6 ની એવરેજથી 773 રન બનાવ્યા છે.
મિડલ ઓવરોમાં બોલિંગ પ્રદર્શનમાં ન્યુઝીલેન્ડ ટીમે અન્ય ટીમોને પાછળ છોડી દીધા છે. ન્યુઝીલેન્ડ ટીમે 25.86 ની એવરેજ સાથે 29.93 ના સ્ટ્રાઈક રેટથી 29 વિકેટો લીધી છે. જે વર્લ્ડ કપમાં મિડલ ઓવરોમાં અત્યાર સુધીની કોઈપણ ટીમ દ્વારા સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.
મિડલ ઓવરમાં તમામ ટીમોનું બોલિંગ પ્રદર્શન | |||||||
ટીમ | મેચ | રન | વિકેટ | ઈકોનોમી | એવરેજ | SR | ખાલી બોલ |
ન્યૂઝીલેન્ડ | 5 | 750 | 29 | 5.18 | 25.86 | 29.93 | 431 |
દક્ષિણ આફ્રિકા | 5 | 745 | 27 | 5.64 | 27.59 | 29.33 | 451 |
ઓસ્ટ્રેલિયા | 5 | 737 | 24 | 5.63 | 30.71 | 32.75 | 360 |
ભારત | 5 | 725 | 23 | 4.83 | 31.52 | 39.13 | 469 |
નેધરલેન્ડ | 5 | 872 | 19 | 5.81 | 45.89 | 47.37 | 429 |
અફઘાનિસ્તાન | 5 | 731 | 18 | 5.23 | 40.61 | 46.56 | 411 |
શ્રિલંકા | 5 | 841 | 18 | 6.06 | 46.72 | 46.22 | 391 |
બાંગ્લાદેશ | 5 | 907 | 17 | 6.16 | 53.35 | 52 | 377 |
પાકિસ્તાન | 5 | 869 | 17 | 6.19 | 51.12 | 49.59 | 403 |
ઈંગ્લેન્ડ | 5 | 774 | 13 | 5.86 | 59.54 | 60.92 | 332 |
ભારતીય બોલર 4.83 રન પ્રતિ ઓવરની પ્રભાવશાળી ઈકોનોમી સાથે ન્યૂઝીલેન્ડથી પાછળ છે. ભારતીય બોલરોએ 31.52 ની એવરેજથી કુલ 23 વિકેટ લીધી છે. ઉલ્લેખનીય છે કે, ફાસ્ટ બોલર જસપ્રીત બુમરા 11 વિકેટ સાથે ટીમ માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. સાઉથ આફ્રિકાની બોલિંગ ઘાતક રહી છે, જેમાં વર્લ્ડ કપ દરમિયાન તેઓએ દરેક 29.33 બોલ પછી એક વિકેટ લીધી છે. મિડલ ઓવરોમાં સૌથી વધુ વિકેટ લેનારી ટીમોની યાદીમાં 27.59ની એવરેજ સાથે 27 વિકેટના પ્રદર્શનથી દક્ષિણ આફ્રિકા બીજા ક્રમે છે. 5 વખતની વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા ટીમના બોલરોએ માત્ર 30.71 ની એવરેજ સાથે 24 વિકેટ ઝડપીને આક્રમક પ્રદર્શન કર્યું છે.
પાંચમા અને દસમા સ્થાનની વચ્ચે રહેલી ટીમોએ મિડલ ઓવરોમાં 17 કરતાં વધુ વિકેટ ગુમાવી છે, જેના કારણે તેમને ઘણી મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ અને અફઘાનિસ્તા 28 વિકેટ ગુમાવીને સંયુક્ત રીતે બીજા ક્રમે છે. જ્યારે નેધરલેન્ડ્સે મિડલ ઓવરોમાં સૌથી વધુ 31 વિકેટ ગુમાવી છે. પાકિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકાએ અનુક્રમે 20, 20 અને 19 વિકેટ ગુમાવી છે. ચાલુ વર્લ્ડ કપમાં નેધરલેન્ડ્સ, અફઘાનિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, પાકિસ્તાન અને ઈંગ્લેન્ડની બોલિંગ અત્યાર સુધી નબળી રહી હતી. કારણ કે તેઓએ મિડલ ઓવરોમાં 45 થી વધુના રેટથી વિકેટ લેવા માટે 40 કે તેથી વધુ રન આપ્યા હતા. આ ટીમોએ પ્રતિ ઓવર 5.75 રનથી વધુના દરે રન પણ આપ્યા છે.
એકંદરે મિડલ ઓવરોના ડેટા અનુસાર ટાઇટલ જીતવા માટે તમામ ટીમોએ મોટાભાગે પ્રસંગોએ મિડલ ઓવરોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે. મિડલ ઓવરોમાં સારું પ્રદર્શન કરતી ટીમો પોઈન્ટ ટેબલમાં ટોચના સ્થાનો પર રહી છે તે મિડલ ઓવરોના મહત્વને દર્શાવે છે. બીજી તરફ ઈંગ્લેન્ડ, પાકિસ્તાન અને શ્રીલંકા જેવી ટીમ આ ટ્રિક ચૂકી હતી કારણ કે, તેઓ બેટિંગ અથવા બોલિંગમાં સારુ પ્રદર્શન આપી શક્યા નથી. ઉલ્લેખનિય છે કે, ઈંગ્લેન્ડ એક પણ મેચ હારશે તો તે વર્લ્ડ કપમાંથી બહાર થઈ જશે. પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને શ્રીલંકા જો બાકીની તમામ મેચ જીતશે તો તેમની પાસે હજુ પણ નોકઆઉટમાં સ્થાન મેળવવાની સારી તક છે.