હૈદરાબાદ: જોમરી ટોરેસને એકથી હરાવીને બીગ બેંગમાં તેના પ્રો એમએમએ રેકોર્ડમાં 4-0થી અપરાજીત રહીને રીતુએ જણાવ્યુ હતુ કે, “એમએમએ સ્પેસમાં ભારતને જીતાડવા માટે મારા હ્રદયમાં જુસ્સો જરા પણ ઓછો નથી.”
રીતુના આ નિવેદનમાં જ રીતુનો મીક્સ્ડ માર્શલ આર્ટમાં (MMA) મોટી સિદ્ધી હાંસલ કરવાનો સંકલ્પ દેખાઈ રહ્યો છે.
જેને લોકો ‘ઇન્ડીયન ટાઇગ્રેસ’ના હુલામણા નામથી બોલાવે છે તેવી રીતુ ફોગાટ ETV Bharat સાથેની પોતાની ખાસ વાતચીતમાં જણાવે છે કે શા માટે તેણે રેસલીંગમાં પોતાની આશાસ્પદ કારકિર્દી છોડી હતી અને શા માટે એમએમએ ફાઇટર બનવાનું નક્કી કર્યુ. આ ખાસ વાતચીતના અવતરણો પર નજર કરો.
પ્રશ્ન: તમરી રેસલીંગની પૃષ્ઠભૂમિ તમને કઈ રીતે મદદરૂપ થઈ હતી અને રેસલીંગમાંથી એમએમએમાં જવામાં કેટલી મુશ્કેલીઓ સામે આવી હતી ?
જવાબ: મારી રેસલીંગની પૃષ્ઠભૂમિને કારણે મને એમએમએમાં ખુબ ફાયદો થયો. જો આપણે ટોચના છ કે સાત એમએમએના ફાયટર પર નજર કરીએ તો આપણને ખ્યાલ આવશે કે તેમાંના મોટા ભાગના રેસલીંગની પૃષ્ઠભૂમિ ધરાવે છે. એક રેસલર મીક્સ માર્શલ આર્ટમાં ખુબ આસાનીથી ફાયદો મેળવી શકે છે.
પ્રશ્ન: જ્યારે તમે તમારા પિતા (મહાવીર સીંગ ફોગાટ)ને જણાવ્યુ કે તમે રેસલીંગમાંથી એમએમએમાં જવા માગો છો ત્યારે તેમની પ્રતિક્રીયા શું હતી ?
જવાબ: હું યુ-ટ્યુબ પર ખુબ જ માર્શલ આર્ટ્સ જોતી હતી અને મને તે ઘણુ જ અલગ લાગતુ હતુ અને તેથી જ હું આ ખેલ તરફ આકર્ષાઈ હતી. મને ભારતમાં તેના તાલીમ કેન્દ્રો વીશે કોઈ મહિતી ન હતી. મને તેની ફાઇટ્સ જોવી ગમતી હતી. હું ખબીબને તેના પ્રતિસ્પર્ધી સામે લડતા જોતી હતી અને મને હંમેશા આશ્ચર્ય થતુ હતુ કે શા માટે કોઈ ખેલાડી ભારતનુ પ્રતિનીધીત્વ કરી રહ્યો નથી. આપણા દેશમાંથી કોઈ ખેલાડી ફાઇટર કે ચેમ્પીયન કેમ નથી એ વાતનું મને હંમેશા આશ્ચર્ય થતુ હતું. એટલામાં ભારતના સૌથી મોટા જીમમાંથી તક મારી સામે આવી. મને આ ખેલમાં રસ છે માટે મારે તેમની સાથે જોડાવુ જોઈએ તેવુ તેમણે મને કહ્યું.
આ સમય દરમીયાન હું રેસલીંગમાં ખુબ જ સારૂ પ્રદર્શન કરી રહી હતી અને 2020 ટોકિયો ઓલમ્પીક્સ પણ નજીકમાં જ હતી. સૌથી પહેલા મેં મારી બહેનો સાથે વાત કરી અને તેમણે આ બાબતે મારા પિતા સાથે વાતચીત કરીં. મારી બહેનો પણ ઓલમ્પીક્સ માટે ચીંતીત હતી પરંતુ મેં તેમને કહ્યું કે હું આ તક જતી કરવા માગતી નથી. મેં જ્યારે તેમને કહ્યું કે હું એમએમએમાં રસ ધરાવું છુ ત્યાર બાદ તેમણે પણ મને ટેકો જાહેર કર્યો. તેમણે આ બાબતની ચર્ચા મારા પિતા સાથે કરી અને તેમણે મને સંપૂર્ણ રીતે ટેકો આપવાનું નક્કી કર્યું. તેમણે ક્યારેય કોઈ બાબત માટે ‘ના’ નથી કહી. મારા પિતાએ કહ્યુ, ‘રેસલીંગ હોય કે એમએમએ, લક્ષ્ય હંમેશા દેશનું નામ રોશન કરવાનું હોવુ જોઈએ.’ અત્યાર સુધી મને મળેલા પ્રોત્સાહનને કારણે જ અત્યારે હું દેશ માટે કંઈક સારૂ કરી શકુ છું.
![Ritu Phogat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/f5626d34-1e3f-4ba2-bd9f-5851902d8bf7_2212newsroom_1608615149_904.jpg)
પ્રશ્ન: વુમન્સની એટોમ ડીવીઝનમાં શું કોઈ એક ચોક્કસ ખેલાડી છે જેની સાથે તમે ભવિષ્યમાં ફાઇટ કરવા માગો છો ?
જવાબ: 52-kg ની વેઇટ કેટેગરી મારા માટે હંમેશા મુશ્કેલ રહી છે કારણ કે ફાઇટર્સ દરેક વખતે કોઈ નવા પડકાર સાથે મેદાનમાં ઉતરે છે. હંમેશા પડકારો મારી સામે હોય છે અને કોઈ પણ પડકારને હળવાશમાં લેવો મને પોષાય તેમ નથી. તેઓ પોતે પણ સંપૂર્ણ તૈયારી સાથે આવે છે. જો તમે મને પુછશો કે ભવિષ્યમાં કોનો સામનો કરવા માગુ છુ તો મારો જવાબ હશે કે હું આકરી મહેનત કરી રહી છુ અને એક ખેલાડી તરીકે સામે પ્રતિસ્પર્ધી કોણ છે તેની પરવા કર્યા વીના હું હંમેશા પડકારો માટે તૈયાર રહુ છું.
પ્રશ્ન: અત્યાર સુધીમાં એક ચેમ્પીયનશીપમાં ચાર ફાઇટ જીતી ચુક્યા છો. એ એક મોટી સફળતા ચોક્કસથી છે જ.... પરંતુ અમે એ જાણવા માગીએ છીએ કે તમે ભવિષ્ય માટે કેવી તૈયારી કરી રહ્યા છો અને એમએમએ વર્લ્ડ ચેમ્પીયનશીપ જીતવા અંગે તમે શું કહેવા માગો છો ?
જવાબ: સૌથી પહેલા આપનો ખુબ ખુબ આભાર. મેં મારા દરેક મેચમાંથી કંઈ ને કંઈ શીખ્યુ છે. તમે દરેક મેચમાં મારી પ્રગતી જોઈ શકો છો. હમણાની ચોથી જીત પછી મારો આત્મવિશ્વાસ ખુબ વધ્યો છે. હું મારા ધ્યેય તરફ ધીમે ધીમે આગળ વધી રહી છું. મારા કોચ મારી માટે ખુબ મહેનત કરી રહ્યા છે અને મારા કૌશલ્યને નીખારવા માટે તેઓ સતત પ્રયત્નશીલ છે. દેશ માટે ચેમ્પીયનશીપ બેલ્ટ જીતવો એ મારૂ સપનુ છે. મારે આ આપણા દેશના એ લોકો માટે કરવું છે જેઓ આ ચેમ્પીયનશીપ બેલ્ટનું સતત સપનુ જોઈ રહ્યા છે. તેના માટે જે મહેનતની જરૂર છે તે મહેનત હું કરી રહી છુ, મારી ખામીઓને દુર કરવા સતત પ્રયત્નરત છુ અને મારી કુશળતા તરફ મારી જાતને સતત દોરી રહી છું.
આયુષ્માન પાંડે