નવી દિલ્હીઃ ATK મોહન બાગાન ISL 2023ની ચેમ્પિયન બની ગઈ છે. ફાઇનલમાં મોહન બાગાન અને બેંગલુરુ એફસી વચ્ચે જોરદાર મુકાબલો જોવા મળ્યો હતો. ગોવામાં શનિવારે રમાયેલી ફાઇનલ મેચમાં બંને ટીમો પૂર્ણ સમય સુધી 2-2થી બરાબરી પર હતી. અંતે પેનલ્ટી શૂટઆઉટ દ્વારા જીત અને હારનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બેંગ્લોરનો ખેલાડી શિવશક્તિ નારાયણન મેચની શરૂઆતમાં જ ઈજાગ્રસ્ત થયો હતો જેના કારણે સુનીલ છેત્રી વિકલ્પ તરીકે મેદાન પર આવ્યો હતો.
-
We are the Champions of Hero ISL 2022-23! 💥💥
— Mohun Bagan (@Mohun_Bagan) March 18, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Make some noise Mariners! 💚♥️#JoyMohunBagan #Mariners #MohunBagan #MBAC #MohunBaganAthleticClub #IndianFootball #IndianFootballClub #ISL #ISL2022 #ISL2023 #IndianSuperLeague #HeroISL #HeroISL2022 #HeroISL2023 #Final #ISLFinal pic.twitter.com/Oh9sKs5tg7
">We are the Champions of Hero ISL 2022-23! 💥💥
— Mohun Bagan (@Mohun_Bagan) March 18, 2023
Make some noise Mariners! 💚♥️#JoyMohunBagan #Mariners #MohunBagan #MBAC #MohunBaganAthleticClub #IndianFootball #IndianFootballClub #ISL #ISL2022 #ISL2023 #IndianSuperLeague #HeroISL #HeroISL2022 #HeroISL2023 #Final #ISLFinal pic.twitter.com/Oh9sKs5tg7We are the Champions of Hero ISL 2022-23! 💥💥
— Mohun Bagan (@Mohun_Bagan) March 18, 2023
Make some noise Mariners! 💚♥️#JoyMohunBagan #Mariners #MohunBagan #MBAC #MohunBaganAthleticClub #IndianFootball #IndianFootballClub #ISL #ISL2022 #ISL2023 #IndianSuperLeague #HeroISL #HeroISL2022 #HeroISL2023 #Final #ISLFinal pic.twitter.com/Oh9sKs5tg7
આ પણ વાંચો: IND vs AUS 2nd ODI: ભારતનો ઉદ્દેશ્ય ODI સીરીઝ હાંસલ કરવાનો છે, રોહિત શર્મા ટીમમાં પરત
મોહન બાગાનને પેનલ્ટી અપાઈ: મેચની 13મી મિનિટે મોહન બાગાનને પેનલ્ટી આપવામાં આવી હતી. મોહન બાગાને તેનો લાભ લીધો. બાગાનના દિમિત્રી પેટ્રાટોસે ગોલ કરીને ટીમને 1-0ની સરસાઈ અપાવી હતી. પ્રથમ હાફના ઈન્જરી ટાઈમમાં બાગાનના ફાઉલ પર બેંગ્લોરને પેનલ્ટી આપવામાં આવી હતી. આ વખતે એફસીના સુનીલ છેત્રીએ ગોલ કરીને સ્કોર 1-1 કરી દીધો હતો. રોય કૃષ્ણાએ 78મી મિનિટે ગોલ કરીને બેંગલુરુને 2-1ની લીડ અપાવી હતી.
-
𝗛𝗲𝗿𝗼 𝗼𝗳 𝘁𝗵𝗲 𝗙𝗶𝗻𝗮𝗹 𝗘𝗻𝗰𝗼𝘂𝗻𝘁𝗲𝗿!
— Mohun Bagan (@Mohun_Bagan) March 18, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
𝔻𝕚𝕞𝕚𝕥𝕣𝕚 ℙ𝕖𝕥𝕣𝕒𝕥𝕠𝕤 💪#JoyMohunBagan #Mariners #MohunBagan #MBAC #MohunBaganAthleticClub #Football #IndianFootball #IndianFootballClub #ISL #ISL2022 #ISL2023 #IndianSuperLeague #ATKMB #HerooftheMatch pic.twitter.com/hi5RVeWElI
">𝗛𝗲𝗿𝗼 𝗼𝗳 𝘁𝗵𝗲 𝗙𝗶𝗻𝗮𝗹 𝗘𝗻𝗰𝗼𝘂𝗻𝘁𝗲𝗿!
— Mohun Bagan (@Mohun_Bagan) March 18, 2023
𝔻𝕚𝕞𝕚𝕥𝕣𝕚 ℙ𝕖𝕥𝕣𝕒𝕥𝕠𝕤 💪#JoyMohunBagan #Mariners #MohunBagan #MBAC #MohunBaganAthleticClub #Football #IndianFootball #IndianFootballClub #ISL #ISL2022 #ISL2023 #IndianSuperLeague #ATKMB #HerooftheMatch pic.twitter.com/hi5RVeWElI𝗛𝗲𝗿𝗼 𝗼𝗳 𝘁𝗵𝗲 𝗙𝗶𝗻𝗮𝗹 𝗘𝗻𝗰𝗼𝘂𝗻𝘁𝗲𝗿!
— Mohun Bagan (@Mohun_Bagan) March 18, 2023
𝔻𝕚𝕞𝕚𝕥𝕣𝕚 ℙ𝕖𝕥𝕣𝕒𝕥𝕠𝕤 💪#JoyMohunBagan #Mariners #MohunBagan #MBAC #MohunBaganAthleticClub #Football #IndianFootball #IndianFootballClub #ISL #ISL2022 #ISL2023 #IndianSuperLeague #ATKMB #HerooftheMatch pic.twitter.com/hi5RVeWElI
પેનલ્ટી શૂટઆઉટ થયું: આ લીડ લાંબો સમય ટકી શકી નહીં અને 85મી મિનિટે બાગાનને પેનલ્ટી મળી. આ વખતે પણ પેટ્રાટોસે ગોલ કર્યો અને સ્કોર 2-2થી બરાબર થઈ ગયો. મેચનો સમય 30 મિનિટ સુધી વધારવામાં આવ્યો હતો પરંતુ બંને ટીમો એક પણ ગોલ કરી શકી ન હતી. ત્યારબાદ પેનલ્ટી શૂટઆઉટ થયું. બાગાન તરફથી લિસ્ટન કોલાકો, પેટ્રાટોસ, કિયાન નાસિરી અને મનવીર સિંહે ગોલ કર્યા હતા. બીજી તરફ બેંગ્લોર તરફથી માત્ર રોય ક્રિષ્ના, એલન કોસ્ટા અને સુનિલ છેત્રી ગોલ કરવામાં સફળ રહ્યા હતા. પાબ્લો પેરેઝ અને બ્રુનો રામિરેઝના સ્ટ્રોકને બાગાન ગોલકીપરે અટકાવ્યા હતા.
ત્રણ વખત બન્યું ચેમ્પિયન: એટલાટિકો ડી કોલકાતા ત્રણ વખત ચેમ્પિયન બન્યું છે. એટ્લેટિકો ડી કોલકાતાએ ત્રણ વખત ISL ટાઇટલ જીત્યું છે. જ્યારે ચેન્નઈ એફસીએ બે વખત, મુંબઈ સિટી એફસી, બેંગલુરુ એફસી, મોહન બાગાન અને હૈદરાબાદ એફસીએ એક-એક વખત ખિતાબ જીત્યો છે. વર્ષ 2014માં આયોજિત પ્રથમ સિઝનમાં એટ્લેટિકો ડી કોલકાતા ચેમ્પિયન બની હતી.
-
𝕋𝕙𝕖 𝔾𝕠𝕝𝕕𝕖𝕟 ℍ𝕒𝕟𝕕𝕤!
— Mohun Bagan (@Mohun_Bagan) March 18, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
𝗩𝗶𝘀𝗵𝗮𝗹 𝗞𝗮𝗶𝘁𝗵 💪#JoyMohunBagan #Mariners #MohunBagan #MBAC #MohunBaganAthleticClub #Football #IndianFootball #IndianFootballClub #ISL #ISL2022 #ISL2023 #IndianSuperLeague #ATKMB #GoldenGlove pic.twitter.com/GWsqlrx5af
">𝕋𝕙𝕖 𝔾𝕠𝕝𝕕𝕖𝕟 ℍ𝕒𝕟𝕕𝕤!
— Mohun Bagan (@Mohun_Bagan) March 18, 2023
𝗩𝗶𝘀𝗵𝗮𝗹 𝗞𝗮𝗶𝘁𝗵 💪#JoyMohunBagan #Mariners #MohunBagan #MBAC #MohunBaganAthleticClub #Football #IndianFootball #IndianFootballClub #ISL #ISL2022 #ISL2023 #IndianSuperLeague #ATKMB #GoldenGlove pic.twitter.com/GWsqlrx5af𝕋𝕙𝕖 𝔾𝕠𝕝𝕕𝕖𝕟 ℍ𝕒𝕟𝕕𝕤!
— Mohun Bagan (@Mohun_Bagan) March 18, 2023
𝗩𝗶𝘀𝗵𝗮𝗹 𝗞𝗮𝗶𝘁𝗵 💪#JoyMohunBagan #Mariners #MohunBagan #MBAC #MohunBaganAthleticClub #Football #IndianFootball #IndianFootballClub #ISL #ISL2022 #ISL2023 #IndianSuperLeague #ATKMB #GoldenGlove pic.twitter.com/GWsqlrx5af
ગોલ્ડન બોલ એવોર્ડ જીત્યો: કેરળ બ્લાસ્ટર્સને શ્રેષ્ઠ પિચનો એવોર્ડ મળ્યો, જ્યારે બેંગલુરુ અને એફસી ગોવાને શ્રેષ્ઠ ગ્રાસરૂટ ગ્રોથ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. નોઆ સદાઉઈને સ્ટ્રીટબોલર ઓફ ધ લીગ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ગોલ્ડન બૂટ એવોર્ડ ડિએગો મૌરિસિયો અને ગોલ્ડન ગ્લોવ વિશાલ કૈથને મળ્યો હતો. શ્રેષ્ઠ ઉભરતા ખેલાડીનો એવોર્ડ શિવ શક્તિ નારાયણને મળ્યો હતો. મુંબઈ શહેરની લલ્લિનઝુઆલા ચાંગટેએ ગોલ્ડન બોલ એવોર્ડ જીત્યો હતો.