ETV Bharat / sports

મેરી કોમે લોકોને લોકડાઉનનું પાલન કરવાની કરી અપીલ - Marykom appeals to people about lockdown

રાજ્યસભા સાંસદ એક બૉક્સર મેરી કોમે પોતાના સોશિયલ એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તે લોકોને લોકડાઉનનું પાલન કરીને દિલ્હી પોલીસને મદદ કરવાની અપીલ કરી રહી છે.

મેરી કોમે લોકોના લોકડાઉનનું પાલન કરવાની કરી અપીલ
marykom
author img

By

Published : Apr 2, 2020, 2:52 PM IST

નવી દિલ્હીઃ રાજ્યસભા સાંસદ અને લોકપ્રિય બૉક્સર મેરી કોમે લોકોને લોકડાઉનનું પાલન કરવાની અપીલ કરી છે. તેમજ પોતાને સ્વસ્ચ્છ રાખવા અને સોશિયલ ડિસ્ટેન્સના નિયમોનું પાલન કરવા જણાવ્યું હતું.

મેરી કોમે એક વીડિયો મેસેજ શેયર કર્યો હતો. જેમાં તેણે લોકોને લોકડાઉનની ગંભીરતા સમજીને તેના તમામ નિયમોનું પાલન કરવા અપીલ કરી હતી.

પોતાના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ પર તેને આ વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં તે લોકોને વારંવાર હાથ ધોવા અને સોશિયલ ડિસ્ટેન્સ રાખવા જણાવી રહી છે. આ ઉપરાંત સાવચેતી રાખીને ઘરની બહાર ખરીદી માટે જવા અને પરત ફરીને હાથ ધોઈને જ કામ કરવાનો અનુરોધ કર્યો હતો.

આમ, લોકોને કોરોના વાઈરસથી બચવા માટે જરૂરી માહિતી આપીને મેરી કોમે લોકોમાં જાગ્રતા લાવવાનો પ્રયાસ કર્યો હતો.

નોંધનીય છે કે, મેરી કોમ પાંચવાર વર્લ્ડ ચેમ્પિયન રહી ચૂકી છે. સાથે રાજ્યસભા સાંસદ છે. જેણે એક જાગ્રત નાગરીક તરીકે લોકોને વર્તમાન સ્થિતીમાં સાવચેત કરવાનો પ્રયત્ન કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.