છ વખતની વર્લ્ડ ચેમ્પિયન બોક્સર મેરી કોમ શનિવારે ઓલિમ્પિક ક્વોલિફાયર મહિલા બોક્સીંગ ટ્રાયલના અંતિમ રાઉન્ડમાં નિખત ઝરીન સામે ટકરાઈ હતી. જેમાં મેરી કોમે નિખત ઝરીનને 9-1થી માત આપી છે.
ઉલ્લેખનીય છે કે, ભૂતપૂર્વ જુનિયર વર્લ્ડ ચેમ્પિયન ઝરીને રાષ્ટ્રીય ચેમ્પિયન જ્યોતિ ગુલિયાને પરાજિત કરી હતી, જ્યારે મલ્ટિ-ટાઇમ એશિયન ચેમ્પિયન મેરી કોમે રિતુ ગ્રેવાલને પછડાટ આપી હતી.

મેરી કોમ અને નિખત ઝરીને 51 કિગ્રા વર્ગમાં શનિવારના રોજ આમને સામને ટકરાઈ હતી. આ મેચ ખુબ જ હાઈવોલ્ટેજ હતી કારણ કે આને માટે નિખત ખુબ જ લાંબા સમયથી પ્રેક્ટિસ કરી રહી હતી.

ટ્રાયલ અંગે મેરી કોમે કહ્યું કે, BFI દ્વારા નિર્ધારિત પસંદગી નીતિનું પાલન કરશે જેને આખરે તેણે ટ્રાયલમાં જવાનું નક્કી કર્યું હતું.
ટોક્યો ઓલિમ્પિક ક્વોલિફાયર માટે શુક્રવારે એમસી મેરી કોમ અને નિખત ઝરીન સામનો કરશે. એકબીજા સાથે મેચ સુનિશ્ચિત કરવા બંને ખેલાડીઓએ પ્રથમ રાઉન્ડની મેચ નક્કિ કરી છે.

નિખતે મેરીને હરાવીને ઓલેમ્પિક ક્વોલીફાયરમાં પ્રવેશ મેળવવા માટેની તક મળી ગઈ છે. જેના માટે નિખતે પ્રથમ મેચ જીતી હતી. રવિવારના રોજ કર્ણાટકના બેલ્લારીમાં પુરુષો માટે 2 દિવસ ટ્રાયલનું આયોજન કરવામાં આવ્યું છે.