મુંબઈ: ધોની ઈન્ડિયન પ્રીમિયર લીગમાં (IPL) પરત ફરવા માટે 2 માર્ચથી ટ્રેનિંગ શરૂ કરશે. ગયા વર્ષે વન ડે વર્લ્ડકપમાં રમ્યા બાદ ધાનીએ કોઈ પણ આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી. જેથી તેની કારકિર્દીને લઈને અટકળો લગાવવામાં આવી રહી છે.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન કપિલ દેવનું માનવું છે કે, જો એમ.એસ. ધોની આગામી ટી-20 વર્લ્ડ કપમાં રમવા ઈચ્છતા હોય તો, ધોનીએ ફક્ત IPLમાં જ નહીં, પરંતુ ટી-20 વર્લ્ડકપ પહેલાં અન્ય મેચમાં પણ વધુ ક્રિકેટ રમવાની જરૂર છે. કપિલ દેવે કહ્યું કે, "જુદા જુદા ખેલાડીઓ માટે જુદા જુદા માપદંડ ન હોવા જોઈએ."
કપિલ દેવે કહ્યું કે, જે ખેલાડીઓ નિયમિતપણે ભારતીય ક્રિકેટ ટીમ માટે રમે છે અને જો તેઓને લાગે છે કે, આંતરરાષ્ટ્રીય કેલેન્ડર તેમના માટે ખૂબ વ્યસ્ત છે, તો તેઓ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) રમવાનું છોડી શકે છે.