- કમ્બાલામાં રેકોર્ડ બ્રેક કરનાર શ્રીનિવાસ ગૌડાએ આ વર્ષે પોતાના જ રેકોર્ડને બ્રેક કર્યો
- શ્રીનિવાસન ગૌડાએ 13.62 સેકન્ડમાં 142.5 મીટરનું અંતર કાપ્યું
- ટ્રાયલ આપવા માટે ગૌડાએ કરી મનાઈ
કર્ણાટક: ગૌડાએ પાણીથી ભરેલા ખેતરમાં ખાલી પગે દોડવાની રેસ દરમિયાન ફ્કત 13.62 સેકન્ડમાં 145 મીટરની દોડ લગાવી હતી. જ્યાર બાદ એ દાવો કરવામાં આવ્યો હતો કે તેણે ફ્કત 9.55 સેકન્ડમાં 100 મીટરની દોડ લગાવી હતી.
ટ્રાયલ માટે ન પહોંચ્યા ગૌડા
જણાવી દઈએ કે, શ્રીનિવાસ ગૌડાની રેસને ધ્યાનમાં રાખીને બેંગ્લોર સ્થિત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (SAI) એ તેમને ટ્રાયલ માટે બોલાવ્યો હતો પરંતુ ગૌડાએ ટ્રાયલ આપવા માટે મનાઈ કરી દીધી હતી.
સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ રમતના પ્રધાન કિરેન રિજિજુએ SAIના ટોચના કોચની દેખરેખ હેઠળ ટ્રાયલ આપવાનો નિર્દેશ આપ્યો હતો પરંતુ SAI મુજબ ગૌડાએ ટ્રાયલ આપવા માટે મનાઈ ફરમાવી દીધી હતી.
કોંગી નેતા શશિ થરૂર અને ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ કરી હતી ગૌડાની ભલામણ
કોંગ્રેસ નેતા શશિ થરૂર અને ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ પણ ટ્વીટ કરીને રમત ગમત મંત્રાલય અને ભારતીય એથલેટિક્સ ફેડરેશનને ગૌડાની મદદ કરવાની માગ કરી છે. ગૌડાને ટ્રાયલ માટે બોલાવવી સલાહ આપ્યાના 2 દિવસ બાદ રિજિજૂએ કહ્યું કે, પારંપરિક રમતની તુલના ઓલેમ્પિક સાથે કરવી યોગ્ય નથી.