લોઝન: કોરોના વાયરસની મહામારી વચ્ચે મંગળવારે ઇન્ટરનેશનલ ઓલમ્પીક કમીટીએ શરીરિક અને માનસીક સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવાના હેતુથી યુનાઇટેડ નેશન્સ અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન સાથે હાથ મીલાવ્યા છે.
IOCએ જણાવ્યુ હતુ કે, આગામી દીવસોમાં ઓલમ્પીકના રમતવીરો જાહેર આરોગ્યને લગતી કેટલીક મહત્વની માહિતી લોકો સુધી પહોંચાડશે જે અંતર્ગત મહામારીને માત આપવા માટે કેટલીક સ્વચ્છતાને લગતી વર્તણુક અપનાવવા અને તેને ચાલુ રાખવા માટે લોકોને પ્રોત્સાહન આપવામાં આવશે તેમજ શારીરિક અને માનસીક સ્વાસ્થ્યને જાળવવા માટેનું પ્રોત્સાહન આપતા સ્ત્રોતો વિશે માહિતી આપવામાં આવશે.
IOC એ પોતાના નિવેદનમાં જણાવ્યુ હતુ કે, “IOCના સહયોગીઓ અને રમતવીરો ‘હેલ્ધી ટુગેધર’ની થીમ અંતર્ગત Covid-19ના ફેલાવા અને તેની અસરને ઓછી કરવા માટે જરૂરી એવા સામુહિક પ્રયત્નો અને વૈશ્વિક સહયોગની આવશયકતાઓ પર પ્રકાશ પાડશે.”
IOCના પ્રેસીડન્ટ થોમસ બકે જણાવ્યુ હતુ કે કોરોના વાયરસ દરમીયાન દુનિયાને જરૂરી એવી આરોગ્યને લગતી તમામ પ્રકારની માહિતી અને સ્વચ્છતાને લગતી ટેવોને અપનાવવાના મહત્વ વીશે લોકોને માહિતગાર કરવામાં આવશે.
બકે પોતાના નિવેદનમાં જણાવ્યુ હતુ કે, “રમત-ગમત જીંદગી બચાવી શકે છે. આપડે છેલ્લા કેટલાક મહિનાઓથી જોઈ રહ્યા છીએ કે સ્વાસ્થ્યને જાળવવામાં અને સારી રીતે જીવવા માટે રમત-ગમત અને શારીરિક કસરત કેટલા જરૂરી પુરવાર થઈ રહ્યા છે. હવે આગામી દીવસોમાં અમે યુનાઇટેડ નેશન્સ WHO સાથે કામ કરીને આ દીશામાં વધુ એક પગલુ ભરી શકીશુ. ઓલમ્પીકના રમતવીરો હાલ દુનિયાને જરૂરી એવી તમામ માહિતી અને આરોગ્યને લગતી જાણકારી લોકો સુધી પહોંચાડશે.”
IOCએ જણાવ્યુ હતુ કે હાલ સમયની માંગ છે કે વૈશ્વિક સંગઠનો આગળ આવે અને સાથે મળીને કામ કરે તેમજ આગેવાનો અને નેતાઓ વિશ્વસનીય અને સચોટ માહિતી લોકો સુધી પહોંચાડે અને આવા સમયે આ માહિતી પહોંચાડવા માટે ઓલમ્પીકના રમતવીરો શ્રેષ્ઠ માધ્યમ બની શકે છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાના ડીરેક્ટર જનરલ, ટેડ્રોઝ એડહોનમે જણાવ્યુ હતુ કે, “લોકોની જીંદગી બચાવી શકે તેવા મહત્વના આરોગ્યને લગતા સંદેશા અને માહિતી લોકો સુધી પહોંચાડવા માટે ઇન્ટરનેશનલ ઓલમ્પીક કમીટી સાથે ભાગીદારી કરવાને લઈને અમે ખુબ જ ઉત્સાહિત છીએ. Covid-19 સામે લડવા માટે આપણી આરોગ્ય પ્રણાલી જેટલી સ્થીતિસ્થાપક છે તેટલા જ સ્થીતિસ્થાપક આપણા લોકો પણ હોવા જોઈએ એ વાતની ખાતરી કરવા માટે રમત ગમત વધુ મજબુત જાહેર સ્વાસ્થ્યની હિમાયત કરવામાં મદદરૂપ થશે.”
યુનાઇટેડ નેશન્સના સેક્રેટરી જનરલ એન્ટોનીયો ગુટ્રસે ઉમેર્યુ હતુ કે, “Covid-19 હોય કે હાલમાં ચાલી રહેલી વંશીય અને સામાજીક સમાનતા અને ન્યાય માટેની લડત કે પછી પર્યાવરણને લગતા પ્રશ્નો હોય, હાલ જેટલી વૈશ્વિક એકતા અને હકારાત્મકતાની જેટલી જરૂર પડી છે તેટલી જરૂર આ પહેલા ક્યારેય નથી પડી. દરેક જગ્યાએ લોકોને એકતા જાળવવાનો અને તંદુરસ્ત રહેવા માટેનો સંદેશો આપવા માટે ઓલમ્પીક કમીટી સાથે અને વિશ્વ આરોગ્ય સંસ્થા સાથે જોડાવવા માટે અમે ખુબ ઉત્સાહિત છીએ.”
IOCએ કહ્યુ હતુ કે આ ત્રણેય સંસ્થાઓ સ્થાનિક આરોગ્ય અધિકારીઓ સાથે મળીને લોકોને તકેદારીના પગલા લેવા માટે અને તેના માટે સશક્ત બનાવવા માટેની જાહેર આરોગ્યની ગાઇડલાઇન અને રીસોર્સ પહોંચાડશે. WHO આ રમતવીરો સાથે મળીને કેટલીક જગ્યાઓ પર ડીજીટલ પ્લેટફોર્મ થકી પણ માહિતી પહોંચાડશે.