ETV Bharat / sports

Indian Test cricket team: BCCIના પૂર્વ સેક્રેટરીનું સૂચન, આ ખેલાડીને ટેસ્ટ કેપ્ટન બનાવવામાં આવે

BCCIના ભૂતપૂર્વ સેક્રેટરીએ ટેસ્ટ કેપ્ટન (Indian Test cricket team)તરીકે કેએલ રાહુલનું નામ સૂચવ્યું છે. સાથે તેણે કહ્યું કે, આ બેટ્સમેન લાંબા સમય સુધી આ જવાબદારી નિભાવવામાં સક્ષમ છે.

Indian Test cricket team: BCCIના પૂર્વ સેક્રેટરીનું સૂચન, આ ખેલાડીને ટેસ્ટ કેપ્ટન બનાવવામાં આવે
Indian Test cricket team: BCCIના પૂર્વ સેક્રેટરીનું સૂચન, આ ખેલાડીને ટેસ્ટ કેપ્ટન બનાવવામાં આવે
author img

By

Published : Jan 17, 2022, 6:54 PM IST

ઈન્દોર: BCCIના ભૂતપૂર્વ સચિવ સંજય જગદાલેએ (Former BCCI Secretary Sanjay Jagdale )સોમવારે સૂચન કર્યું હતું કે વિરાટ કોહલીની જગ્યાએ કેએલ રાહુલને ભારતના આગામી ટેસ્ટ કેપ્ટન(India's next Test captain ) તરીકે પસંદ કરવો જોઈએ. કારણ કે 29 વર્ષીય ઓપનર આ જવાબદારી લાંબા સમય સુધી નિભાવવામાં સક્ષમ છે.

કેએલ રાહુલનું નામ સૂચવવા માંગુ છું

કોહલીએ શનિવારે સાંજે ભારતીય ટીમની ટેસ્ટ કેપ્ટનશિપ(Indian Test cricket team) છોડીને ક્રિકેટ જગતને ચોંકાવી દીધું હતું. જગદાલેએ પીટીઆઈ-ભાષામાં કહ્યું, મારું માનવું છે કે ભારતનો આગામી ટેસ્ટ કેપ્ટન એવો હોવો જોઈએ, જે લાંબા સમય સુધી આ જવાબદારી નિભાવી શકે. આ સ્કેલ મુજબ હું દેશના આગામી ટેસ્ટ કેપ્ટન તરીકે કેએલ રાહુલનું નામ સૂચવવા માંગુ છું.

ભારતના રાષ્ટ્રીય ક્રિકેટના નીતિ-નિર્માણમાં દખલ ન કરે

ભૂતપૂર્વ રાષ્ટ્રીય પસંદગીકારે કહ્યું કે, રાહુલે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં સારું પ્રદર્શન કર્યું છે અને ભારતમાં તેમજ વિદેશી ધરતી પર રન બનાવ્યા છે. જગદાલેએ એવો પણ આગ્રહ કર્યો કે BCCI અને પસંદગીકારોએ એ સુનિશ્ચિત કરવું જોઈએ કે IPLનું પાવરહાઉસ, એક અબજો ડોલરની T20 લીગ, ભારતના રાષ્ટ્રીય ક્રિકેટના નીતિ-નિર્માણમાં દખલ ન કરે.

આ પણ વાંચોઃ World number one tennis player: નોવાક જોકોવિચને ઓસ્ટ્રેલિયામાંથી બહાર કાઢ્યો, જાણો હવે ક્યાં પહોંચ્યોં

કોહલીના યોગદાનને બિલકુલ નકારી શકાય નહીં

BCCIના પૂર્વ સચિવે કહ્યું કે, કોહલીના અચાનક ટેસ્ટ કેપ્ટનશીપ છોડવાના નિર્ણયથી તેઓ ચોંકી ગયા હતા. કારણ કે તે રમતના આ ફોર્મેટમાં ભારતના સૌથી સફળ કેપ્ટનોમાંથી એક હતો. તેણે કહ્યું, ભારતીય ટેસ્ટ ક્રિકેટમાં કોહલીના યોગદાનને બિલકુલ નકારી શકાય નહીં.

આ પણ વાંચોઃ India Open 2022 Badminton: કોરોનાએ ફેરવ્યું પાણી, યોનેક્સ સનરાઈઝ ઈન્ડિયા ઓપન 2022માંથી બે ખેલાડીએ પીછેહટ કરી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.