ETV Bharat / sports

Sports News: ટીમ ઈન્ડિયાના બોલરનું સપનું છે કોહલી જેવું બનવું, ક્રિકેટ રેન્કિંગમાં છે નંબર 1 પર

મોહમ્મદ સિરાજ હાલમાં વિશ્વનો નંબર 1 બોલર છે. જ્યારે તે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે રમતો હતો ત્યારે વિરાટ કોહલીએ તેને ટીમમાં રાખવામાં મદદ કરી હતી. એકવાર એવો સમય પણ આવી ગયો હતો, જ્યારે તેને છોડી દેવાનું વિચારવામાં આવી રહ્યું હતું.

Mohammed Siraj and Virat Kohli: ટીમ ઈન્ડિયાના બોલરનું સપનું છે કોહલી જેવું બનવું, ક્રિકેટ રેન્કિંગમાં છે નંબર 1 પર

author img

By

Published : Feb 24, 2023, 4:16 PM IST

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના પ્રશંસકો અવારનવાર વિરાટ કોહલીની ભલાઈ વિશે વાત કરે છે અને એવા ઘણા લોકો છે, જે તેની રમતમાંથી પ્રેરણા લઈને વિરાટ કોહલી જેવા બનવા માંગે છે. વિરાટ કોહલીની આ ખાસિયતને કારણે માત્ર રમતના ચાહકો જ નહી પરંતુ કેટલાક એવા ક્રિકેટર્સ પણ છે, જેઓ ક્રિકેટના ઉભરતા સ્ટાર તરીકે ટીમ ઈન્ડિયામાં પોતાનું સ્થાન બનાવવા માંગે છે અને ટીમ ઈન્ડિયામાં રમીને કોહલી જેવું નામ કમાવવા માંગે છે.

આ પણ વાંચો: Gujarat Budget 2023: જૂના પુલના મેકઓવર માટે રુપિયા 550 કરોડની કરાઈ જાહેરાત

વિરાટ કોહલીથી થયા પ્રભાવિત: ભારતીય ક્રિકેટ ટીમના એક ફાસ્ટ બોલરે આવું જ એક સપનું જોયું છે અને તે ભારતીય ક્રિકેટમાં એવું યોગદાન આપવા માંગે છે, જેવું વિરાટ કોહલીએ આપ્યું છે. એક ક્રિકેટ વેબસાઈટને આપેલા ઈન્ટરવ્યુમાં ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ બોલિંગ કોચ ભરત અરુણે ખુલાસો કર્યો છે કે, મોહમ્મદ સિરાજ વિરાટ કોહલીની પ્રતિભાથી પ્રભાવિત થયા હતા અને તેને વિરાટ જેવા બનવા મદદ માટે ખાસ વિનંતી કરી હતી.

વિરાટ જેવા બનવાનું સપનું: ટીમ ઈન્ડિયાના બોલિંગ કોચ રહી ચૂકેલા અરુણે કહ્યું કે, મોહમ્મદ સિરાજ વિરાટ કોહલીનો મોટો પ્રશંસક હતો અને RCB સાથે રમતી વખતે તેણે મને કહ્યું હતું કે તે વિરાટ કોહલી જેવો બનવા માંગે છે. ખેલાડીની અંદરની આટલી ધગશ જોઈને તેણે પણ ઘણું શીખવવાનું વિચાર્યું. વિરાટ જેવા બનવાનું સપનું સાંભળીને ભરતે કહ્યું હતું કે, તમે બોલિંગમાં એવા વ્યક્તિ બની શકો છો, જેને લાંબા સમય સુધી યાદ કરવામાં આવશે.

આ પણ વાંચો: Kutch News : ધોમધખતા તાપમાં શરીર પર કઈ રીતે બેલેન્સ જાળવી રાખવું, શેનું સેવન કરવું જૂઓ

નંબર વન રેન્કિંગ પર સ્થિત: આના પર મોહમ્મદ સિરાજે કહ્યું- 'ના સર, મારે જે કરવું છે તે હું કરીશ... પણ હું તેને અનુસરવા માંગુ છું.' મોહમ્મદ સિરાજ ODI ક્રિકેટ રેન્કિંગમાં નંબર વન પર પહોંચી ગયો છે અને તેણે 2018 થી 2021 દરમિયાન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરમાં વિરાટ કોહલીની સાથે રમતી વખતે તેની પ્રતિભાને નિખારવાનો પ્રયાસ કર્યો છે. તે લાંબા સમય સુધી પોતાને નંબર વન રેન્કિંગ પર જાળવી રાખવા માંગે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.