ભારતે દુબઇમાં યોજાયેલ વર્લ્ડ પેરા એથ્લેટીક્સ ચેમ્પિયનશિપ 2019માં બે સ્વર્ણ, બે રજત અને પાંચ કાંસ્ય પદક મેળવ્યા છે. ત્યાર બાદ ભારતના ધણાં ખેલાડીઓ ચોથા સ્થાને આવીને પણ મેડલ ચૂકી ગયા.
ભારતે વિશ્વ ચેમ્પિયનશિપમાં કુલ 13 ટોક્યો પેરાલિમ્પિક 2020 કોટા મેળવ્યો છે.
ભારતના ભાલાફેંક ખેલાડી સંદીપ ચૌધરીએ એફ-44 કેટેગરીમાં વર્લ્ડ રેકોર્ડ બનાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ઇવેન્ટમાં ભારતના સુમિત અંટિલે 62.88 મીટરની થ્રોની સાથે રજત પદક જીત્યો હતો.
એફ -46માં સુંદર સિંહ ગુર્જરે 61.22 મીટરની થ્રો ફેંક સાથે પોતાનો વિશ્વ ટ્રોફીને જાળવી રાખી હતી.
ભારતીય પેરાલિમ્પિક સંમિતી અધ્યક્ષ ગુરશરણ સિંહે આ પ્રદર્શન પર સંતોષ વ્યકત કરતા કહ્યું કે, હું આખી ટીમને અભિનંદન આપું છું. નવા મેડલ ઉપરાંત ઘણા ખેલાડીઓએ પણ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. મને આશા છે કે, બધા ખેલાડીઓ ટોક્યોમાં ખૂબ સારું પ્રદર્શન કરશે.