ETV Bharat / sports

Asian Games 2023: જ્યોતિ વેનમ અને ઓજસ દેવતલેની જોડીએ તીરંદાજીમાં ગોલ્ડ જીત્યો - undefined

કમ્પાઉન્ડ તીરંદાજીમાં જ્યોતિ વેનમ અને ઓજસ દેવતલેની ભારતીય જોડીએ ગોલ્ડ મેડલ જીત્યો છે. જ્યોતિ અને ઓજસ દેવતાલેએ કમ્પાઉન્ડ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં ફાઇનલમાં કોરિયન ટીમને 159-158થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.

Asian Games 2023
Asian Games 2023
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 4, 2023, 12:42 PM IST

Updated : Oct 4, 2023, 1:07 PM IST

હાંગઝોઉ: 19મી એશિયન ગેમ્સનો આજે 11મો દિવસ છે. ભારતે જે રીતે તીરંદાજીમાં ગોલ્ડ મેડલ જીત્યો તે જ રીતે તેણે પોતાનો જ રેકોર્ડ તોડ્યો. જકાર્તામાં યોજાયેલી એશિયન ગેમ્સ 2018માં ભારતે 70 મેડલ જીત્યા હતા અને આ વખતે એશિયન ગેમ્સ 2023માં અત્યાર સુધીમાં 71 મેડલ જીત્યા છે. એશિયન ગેમ્સ સમાપ્ત થવામાં હજુ 4 દિવસ બાકી છે, ભારત મેડલની સંખ્યા 100થી આગળ લઈ જવાનો પ્રયાસ કરશે. અમારા ખેલાડીઓના સમર્પણ અને સખત મહેનતે આ ક્ષણ શક્ય બનાવી છે.

ભારતે 2018નો રેકોર્ડ તોડ્યો: રામ બાબુ અને મંજુ રાની એ એશિયન ગેમ્સમાં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યા છે. મંજુ રાની અને રામ બાબુએ 35 કિમી રેસ વોક મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં ભારતનો દિવસનો પ્રથમ મેડલ જીત્યો હતો. આ સાથે ભારતે પાછલી આવૃત્તિના મેડલની બરાબરી કરી લીધી છે. જકાર્તામાં આયોજિત એશિયન ગેમ્સ 2018માં ભારતે કુલ 70 મેડલ જીત્યા હતા. જકાર્તામાં યોજાયેલી 18મી એશિયન ગેમ્સમાં 16 ગોલ્ડ, 23 સિલ્વર, 31 બ્રોન્ઝ સહિત કુલ 70 મેડલ જીત્યા હતા. ભારતીય ખેલાડીઓએ બુધવારે અહીં એશિયન ગેમ્સમાં મેડલની દ્રષ્ટિએ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું અને અગાઉની ગેમ્સના 70 મેડલને પાછળ છોડી દીધા હતા.

ભારતે કુલ 71 મેડલ જીત્યા: ભારતીય રેસ વોકર્સ મંજુ રાની અને રામ બાબુએ બુધવારે 35 કિમીની મિશ્ર ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતીને ભારતને 2018ની ગેમ્સમાં 70 મેડલની બરાબરી કરી લીધી. ત્યારબાદ ઓજસ દેવતાલે અને જ્યોતિ સુરેખા વેન્નમની કમ્પાઉન્ડ મિશ્રિત તીરંદાજી ટીમે ગોલ્ડ મેડલ જીત્યો, જે ચાલુ ગેમ્સમાં ભારતનો 71મો મેડલ છે. ભારતે હાંગઝોઉ એશિયન ગેમ્સ માટે 'અબ કી 100 પાર' સૂત્ર આપ્યું છે. ભારતે અત્યાર સુધીમાં 16 ગોલ્ડ, 26 સિલ્વર અને 29 બ્રોન્ઝ મેડલ સહિત કુલ 71 મેડલ જીત્યા છે જ્યારે હજુ ચાર દિવસની સ્પર્ધાઓ બાકી છે.

ભારતના મિશન ચીફ ભૂપેન્દ્ર સિંહ બાજવાએ કહ્યું, 'મને એ કહેતા ખૂબ જ આનંદ થાય છે કે એશિયન ગેમ્સમાં મેડલ ટેલીમાં 70નો આંકડો પાર કરીને ભારતે તેના અત્યાર સુધીના સર્વશ્રેષ્ઠ પ્રદર્શન સાથે પોતાની છાપ છોડી છે અને હજુ વધુ મેડલ આવવાના બાકી છે.

  1. World Cup Trophy Reach Gujarat: ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપની ટ્રોફી સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચી
  2. World Cup 2023: પૂર્વ વિકેટ કિપર નયન મોંગીયાનો ઇટીવી ભારત એક્સલ્યુઝિવ ઇન્ટરવ્યું, જાણો ભારતીય ટીમ વિશે શું કહ્યું..

Last Updated : Oct 4, 2023, 1:07 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.