મુંબઈ: ભારતીય ક્રિકેટના દિગ્ગજ સુનીલ ગાવસ્કર ઇચ્છે છે કે, બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI) મહત્વની શ્રેણી પહેલા આરામ ઇચ્છતા વરિષ્ઠ ખેલાડીઓ પર વિચાર કરવામાં આવે. તેણે કહ્યું કે, જ્યારે તે બે મહિનાથી વધુ સમય સુધી નોન-સ્ટોપ આઈપીએલ(Indian Premier League \) ક્રિકેટ(Non Stop IPL cricket) રમી શકે છે, તો પછી તે દેશ માટે રમવાથી શા માટે સંકોચ કરી રહ્યો છે.
વરિષ્ઠ ખેલાડીઓ કરવા માંગે છે આરામ - એવા અહેવાલો છે કે, ભારતના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી સહિત કેટલાક વરિષ્ઠ ખેલાડીઓએ આ મહિનાના અંતમાં વેસ્ટ ઈન્ડિઝ સામે શરૂ થનારી પાંચ મેચની T20I શ્રેણીમાંથી તેમને આરામ આપવા BCCIને વિનંતી કરી છે. કોહલી તે પ્રવાસની ત્રણ મેચની વનડે શ્રેણીનો(One day Match Series) ભાગ નથી. અહેવાલો અનુસાર, તે 29 જુલાઈથી શરૂ થનારી T20 શ્રેણી(T20 international Match series) માટે પણ આરામ કરવા માંગે છે. T20I શ્રેણીમાંથી કેટલાક વરિષ્ઠ ખેલાડીઓને બહાર કરવાની કથિત માંગ પર સવાલ ઉઠાવતા ગાવસ્કરે સ્પોર્ટ્સટૉકને કહ્યું કે, તે તેની સાથે સહમત નથી.
ટી-20 મેચમાં બેટિંગ અને ફિલ્ડિંગ મુશ્કેલ નથી - ગાવસ્કરે કહ્યું, હું આ સાથે સહમત નથી. તમે IPL દરમિયાન આરામ નહીં કરો અને પછી તમે ભારત તરફથી રમવાથી આરામ કરશો. હું આ દલીલ સાથે સહમત નથી. તમારે ભારત માટે રમવું પડશે. T20 મેચ તમારા શરીરને અસર કરતી નથી. ગાવસ્કરે વધુમાં કહ્યું, ટેસ્ટ ક્રિકેટમાં તમારું શરીર થાકી જાય છે, પરંતુ ટી-20 મેચમાં બેટિંગ અને ફિલ્ડિંગ કરવું મુશ્કેલ(T20 Batting and fielding Easy) નથી. તેથી તેમાં કોઈ સમસ્યા નથી. બાકીના ખેલાડીઓની માંગ પર BCCIએ(Board of Control for Cricket India) તેની નીતિ પર પુનર્વિચાર કરવો જોઈએ.
આ પણ વાંચો: IND vs WI ODI : વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતીય ટીમનું કરાયું એલાન, ટીમની કમાન સોંપાઇ...
ગાવસ્કરની દલીલ, આટલી મોટી ચુકવણી કોઈ નહી કરી શકે - “દરેક A-ગ્રેડ અથવા A+ ગ્રેડના ખેલાડીને BCCI તરફથી મોટી રીટેનર ફી મળે છે. કોન્ટ્રાક્ટ સિવાય ખેલાડીઓને મેચ રમવા માટે ભારે પગાર મળે છે. મને કહો, કઈ કંપની અથવા કોર્પોરેટ તેના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર્સ, ડિરેક્ટર્સ અથવા મેનેજિંગ ડિરેક્ટર્સને આવી ચુકવણી કરે છે. શું એવી કોઈ કંપની છે જે કામ ન કરવા બદલ આટલો પગાર આપે છે? ગાવસ્કરને લાગ્યું કે જો ભારતીય ક્રિકેટને વધુ પ્રોફેશનલ બનવું હોય તો તેના પર વિચાર કરવો પડશે.