તિરુવનંતપુરમ: કેરળની કોઝિકોડ પોલીસે ભારતની ગોલ્ડન ગર્લ પી.ટી.ઉષા (India's golden girl P.T.Usha)અને અન્ય છ વિરુદ્ધ IPC કલમ 420 હેઠળ કેસ નોંધ્યો છે. પૂર્વ એથ્લેટ જેમ્મા જોસેફની ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો છે.
બિલ્ડર પાસેથી 1,012 ચોરસ ફૂટનો પ્લોટ ખરીદ્યો
ભૂતપૂર્વ એથ્લેટ જેમ્મા જોસેફે (Former athlete Gemma Joseph)ફરિયાદ કરી છે કે તેણે એક બિલ્ડર પાસેથી 1,012 ચોરસ ફૂટનો પ્લોટ ખરીદ્યો હતો, જેના બદલામાં તેણે વિવિધ હપ્તાઓમાં 46 લાખ રૂપિયા જમા કરાવ્યા હતા. પરંતુ આજદિન સુધી બિલ્ડરે તેને પ્લોટ સોંપ્યો નથી. તેણે આરોપ લગાવ્યો છે કે પીટી ઉષા પણ આ કેસમાં સામેલ છે.
પીટી ઉષા અને કન્સ્ટ્રક્શન કંપનીના અન્ય છ સભ્યો વિરુદ્ધ કેસ
જિલ્લા પોલીસ વડા એ.વી. જ્યોર્જે જોસેફની ફરિયાદને વિગતવાર તપાસ માટે વેલ્લી પોલીસને સોંપી છે. કોઝિકોડ વેલ્લી પોલીસે 17 ડિસેમ્બરે પીટી ઉષા અને કન્સ્ટ્રક્શન કંપનીના અન્ય છ સભ્યો વિરુદ્ધ કેસ (fraud and dishonesty case)નોંધ્યો છે.
આ પણ વાંચોઃ Virat Kohli Press Conference: દક્ષિણ આફ્રિકાના ટૂર પહેલા વિરાટ કોહલીએ તોડ્યું મૌન, કહ્યું, વનડે રમીશ