ETV Bharat / sports

FIH હોકી વર્લ્ડ કપ: મેચો નવી નાખેલી પીચો પર રમાશે - હોકી વર્લ્ડ કપ

FIH મેન્સ હોકી વર્લ્ડ કપ (FIH Hockey World Cup) 13 થી 29 જાન્યુઆરી દરમિયાન યોજાશે. આ સ્પર્ધામાં વિશ્વની ટોચની 16 ટીમો ભાગ લેશે જેમાં યજમાન ભારતનો પણ સમાવેશ થાય છે. આ 16 ટીમોને ચાર પૂલમાં વહેંચવામાં આવી છે.

Etv BharatFIH હોકી વર્લ્ડ કપ: મેચો નવી નાખેલી પીચો પર રમાશે

author img

By

Published : Dec 9, 2022, 12:32 PM IST

ભુવનેશ્વર: આવતા વર્ષની શરૂઆતમાં ભારતમાં યોજાનાર FIH મેન્સ હોકી વર્લ્ડ કપ, (FIH Hockey World Cup) ભુવનેશ્વરના અત્યાધુનિક કલિંગા હોકી સ્ટેડિયમ અને રાઉરકેલાના બિરસા મુંડા સ્ટેડિયમમાં 4 નવી પીચો પર રમાશે. આ બંને જગ્યાએ 13 થી 29 જાન્યુઆરી દરમિયાન વર્લ્ડ કપ રમાશે. કલિંગા સ્ટેડિયમની મુખ્ય પીચ અને પ્રેક્ટિસ પીચ બંને નવી (Newly laid hockey pitches) નાખવામાં આવી છે, જ્યારે બિરસા મુંડા સ્ટેડિયમમાં મેચો ઇન્ટરનેશનલ હોકી કાઉન્સિલ (FIH) દ્વારા પ્રમાણિત નવી પીચો પર રમાશે.

16 ટીમો ભાગ લેશે: હોકી ઈન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, (Hockey India) બિરસા મુંડા હોકી સ્ટેડિયમ રાઉરકેલા અને કલિંગા હોકી સ્ટેડિયમ ભુવનેશ્વરમાં નવી નાખેલી પીચો પર મેચો રમાશે, જે હોકીની ઘણી ઐતિહાસિક મેચોના સાક્ષી છે. આ સ્પર્ધામાં વિશ્વની ટોચની 16 ટીમો ભાગ લેશે જેમાં યજમાન ભારતનો પણ સમાવેશ થાય છે. આ 16 ટીમોને ચાર પૂલમાં વહેંચવામાં આવી છે. ભારત પૂલ ડીમાં છે જ્યાં તેનો મુકાબલો ઈંગ્લેન્ડ, સ્પેન અને વેલ્સ સાથે થશે.

કુલ 24 મેચોનું આયોજન: દરેક પૂલમાંથી ટોચની ટીમ સીધી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરશે જ્યારે ચારેય પૂલમાંથી આઠ ટીમો અંતિમ આઠમાં સ્થાન મેળવવા માટે ક્રોસ-ઓવર મેચો રમશે. આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ અને દક્ષિણ આફ્રિકા પૂલ Aમાં, બેલ્જિયમ, જર્મની, કોરિયા અને જાપાન પૂલ Bમાં અને નેધરલેન્ડ, મલેશિયા, ન્યુઝીલેન્ડ અને ચીલી પૂલ Cમાં છે. ભુવનેશ્વર ક્રોસઓવર, ક્વાર્ટર ફાઈનલ, સેમી ફાઈનલ અને ફાઈનલ સહિત કુલ 24 મેચોનું આયોજન કરશે. રાઉરકેલામાં 20 મેચ રમાશે. જેમાં 13 અને 16 જાન્યુઆરીએ યોજાનારી ભારતની પ્રથમ બે લીગ મેચોનો સમાવેશ થાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.