ETV Bharat / sports

FIFA World Cup: ચાર વખતની ચેમ્પિયન જર્મની જીત બાદ પણ બહાર થઈ - FIFA World Cup 2022

FIFA વર્લ્ડ કપ 2022માં ચાર વખતની ચેમ્પિયન જર્મની કોસ્ટા રિકાને હરાવીને બહાર થઈ ગઈ છે,(FIFA World Cup ) જ્યારે સ્પેન જાપાન સામે હારીને પણ આગળના રાઉન્ડમાં પહોંચી ગયું છે.

FIFA World Cup: ચાર વખતની ચેમ્પિયન જર્મની જીત બાદ પણ બહાર થઈ

author img

By

Published : Dec 2, 2022, 9:30 AM IST

દોહા(કતાર): ફિફા વર્લ્ડ કપ 2022માં ચાર વખતની ચેમ્પિયન જર્મનીએ કોસ્ટા રિકાને (Germany vs Costa Rica )4-2થી હરાવ્યું હતું, પરંતુ તેમ છતાં તે બહાર છે, જ્યારે (Japan vs Spain )જાપાન સ્પેનથી હારવા છતા પણ આગલા રાઉન્ડમાં પહોંચી ગયું છે. ગ્રુપ Eની મેચમાં જર્મનીને નોકઆઉટમાં પહોંચવા માટે જીત અને વધુ સારા ગોલ તફાવતની જરૂર હતી. ટીમ જીતી ગઈ પરંતુ ગોલ તફાવત પર સ્પેનથી પાછળ રહી ગઈ અને પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને રહી. પોઈન્ટ ટેબલમાં જર્મની અને સ્પેનના ચાર-ચાર પોઈન્ટ છે.

આ બીજી હાર: 2018 પછી, જર્મની સતત બીજી વખત ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ ગયું છે. જર્મની માટે ગ્રેબરી (10મી મિનિટ), કાઈ હાવર્ટ્ઝ (73મી અને 85મી), ફુલક્રગ (89મી)એ ગોલ કર્યા હતા. તે જ સમયે કોસ્ટા રિકા માટે તેજેડા (58મો) અને જુઆન (70મો) ગોલ કર્યા હતા. કોસ્ટા રિકાની આ બીજી હાર છે.

બરાબરી કરી લીધી હતી: આ સાથે જ જાપાને સ્પેનને હરાવીને છેલ્લી 16 ટીમોના નોકઆઉટ રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો છે. સ્પેને સારી શરૂઆત કરી હતી અને અલ્વેરા મોરાટાના ગોલથી તે 1-0થી આગળ હતું. પરંતુ રિત્સુ (48મી મિનિટ)ના ગોલથી જાપાને 1-1થી બરાબરી કરી લીધી હતી. તનાકા (51મું)ના ગોલ સાથે 2-1ની સરસાઈ મેળવી.

નોકઆઉટમાં પહોંચી: પોઈન્ટ ટેબલમાં સ્પેન-જર્મનીના 4 પોઈન્ટ હતા, સ્પેને નવ ગોલ કર્યા હતા જ્યારે તેની સામે 3 ગોલ થયા હતા. આ સાથે જ જર્મનીએ 6 ગોલ કર્યા હતા અને તેની સામે 5 ગોલ થયા હતા. આનો ફાયદો સ્પેનને મળ્યો અને તે નોકઆઉટમાં પહોંચી ગઈ. કોસ્ટા રિકા ત્રણ પોઈન્ટ સાથે ગ્રુપમાં છેલ્લા સ્થાને છે. તેણે ત્રણ મેચમાંથી એક મેચ જીતી છે, જ્યારે બે મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.