ETV Bharat / sports

FIFA World Cup: ઇંગ્લેન્ડે સેનેગલને એકતરફી મેચમાં હરાવ્યું, 10મી વખત ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી

ઇંગ્લેન્ડે સેનેગલને 3-0થી હરાવી ફિફા વર્લ્ડ કપની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. (FIFA World Cup 2022 )તેની આગામી મેચ ફ્રાન્સ સામે થશે. રશિયામાં 2018ના વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ ચોથા ક્રમે રહ્યું હતું. ઇંગ્લેન્ડ આ પહેલા 1954, 1962, 1966, 1970, 1986, 1990, 2002, 2006 અને 2018માં ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી હતી.

FIFA World Cup: ઇંગ્લેન્ડે સેનેગલને એકતરફી મેચમાં હરાવ્યું, 10મી વખત ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી
FIFA World Cup: ઇંગ્લેન્ડે સેનેગલને એકતરફી મેચમાં હરાવ્યું, 10મી વખત ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી
author img

By

Published : Dec 5, 2022, 8:31 AM IST

દોહા(કતાર): કતારમાં ચાલી રહેલા 22મા ફિફા વર્લ્ડ કપ 2022માં ઈંગ્લેન્ડે રાઉન્ડ 16માં સેનેગલને 3-0થી હરાવ્યું હતું. (FIFA World Cup 2022 )આ જીત સાથે ઈંગ્લેન્ડે ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે, જ્યાં તેનો મુકાબલો 11 ડિસેમ્બરે ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સ સામે થશે. ઈંગ્લેન્ડના જોર્ડન હેન્ડરસન અને કેપ્ટન હેરી કેને હાફ ટાઈમના થોડા સમય પહેલા બે ગોલ કરીને 2-0ની સરસાઈ મેળવી લીધી હતી. બીજા હાફમાં બુકાયો સાકાએ ત્રીજો ગોલ કર્યો, જેના કારણે ઈંગ્લેન્ડ 3 ગોલથી જીત્યું.

વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડે 12 ગોલ કર્યા હતા: પ્રથમ હાફના અંતિમ શૉટમાં, (England Beat Senegal) કેને ગોલકીપર એડૌર્ડ મેન્ડીને પાછળ રાખીને જોરદાર શૉટ માર્યો અને ઇંગ્લેન્ડ માટે વેઇન રૂનીના 53 ગોલ કરતાં એક ગોલ પાછળ ગયો. હાફ ટાઈમ પર, સેનેગલના મેનેજર રિગોબર્ટ સોંગે થોડા અવેજી કર્યા, પરંતુ કોઈ ફાયદો થયો નહીં. અને 57મી મિનિટે બુકાયો સાકાએ ત્રીજો ગોલ કર્યો હતો. સાકાના ગોલ સાથે ઈંગ્લેન્ડે વર્લ્ડ કપમાં 12 ગોલ કર્યા છે.

ઇંગ્લેન્ડ 10મી વખત ક્વાર્ટરમાં: રશિયામાં 2018ના વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ ચોથા ક્રમે રહ્યું હતું. ઇંગ્લેન્ડ આ પહેલા 1954, 1962, 1966, 1970, 1986, 1990, 2002, 2006 અને 2018માં ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી હતી. ક્વાર્ટર ફાઇનલમાં તેનો સામનો ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સ સામે થશે. ફ્રાન્સે ત્રીજા પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પોલેન્ડને 3-1થી હરાવ્યું. બંને ટીમો શાનદાર પ્રદર્શન કરી રહી છે અને તેમની ખરી કસોટી ક્વાર્ટર ફાઈનલમાં થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.