- મહાવીર ફોગાટ પાસેથી લઈ રહી હતી ટ્રેનિંગ
- હાર બાદ આઘાતમાં હતી રિતિકા
- મંગળવારે કરવામાં આવ્યા અંતિમ સંસ્કાર
રાજસ્થાન: ફોગાટ બહેનો ગીતા અને બબીતાની પિતરાઈ બહેન રીતિકાએ આત્મહત્યા કરી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, રેસલર રિતિકાએ ભરતપુરમાં થયેલી કુશ્તીની અંતિમ મેચમાં હારને કારણે આ પગલું ભર્યું હતું. સોમવારે રિતિકા તેના ફુઆ મહાવીર ફોગાટના ગામ બલાલીમાં હતી અને ત્યાં જ તેણે ફાંસો ખાઈને જીવ ગુમાવ્યો હતો.
મહાવીર ફોગાટ પાસેથી લઈ રહી હતી ટ્રેનિંગ
એવું કહેવામાં આવી રહ્યું છે કે, રિતિકા રેસલર મહાવીર ફોગાટની એકેડમીમાં છેલ્લા પાંચ વર્ષથી તૈયારી કરી રહી હતી. રિતિકાએ 12થી 14 માર્ચ દરમિયાન ભરતપુરમાં રાજ્ય કક્ષાની સબ-જુનિયર, જુનિયર મહિલા અને પુરુષ રેસલિંગ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ દરમિયાન, 14 માર્ચે યોજાયેલી ફાઈનલ મેચમાં રિતિકા એક પોઇન્ટથી હારી ગઈ હતી. આ મેચ દરમિયાન મહાવીર ફોગાટ પણ ત્યાં હાજર હતા.
આ પણ વાંચો: દાદરા નગરહવેલીના સાંસદ મોહન ડેલકરની આત્મહત્યા મામલે CBI તપાસની માગ
હાર બાદ આઘાતમાં હતી રિતિકા
મેચમાં મળેલ પરાજય બાદ રીતિકા આઘાતમાં હતી. 15 માર્ચની રાત્રે 11 વાગ્યાની આસપાસ મહાવીર ફોગાટના ગામ બલાલીના ઘરના ઓરડામાં પંખા પર દુપટ્ટો લગાવી તેણે જીવ આપી દીધો હતો.
ભરતપુરમાં થયું હતું દંગલ
મળતી માહિતી મુજબ, રિતિકાએ 12થી 14 માર્ચ દરમિયાન ભરતપુરના લોહાગઢ સ્ટેડિયમ ખાતે રમાયેલી રાજ્ય કક્ષાની જુનિયર મહિલા રેસલિંગ સ્પર્ધામાં ભાગ લીધો હતો. રિતિકાની અંતિમ મેચ 14 માર્ચે થઈ હતી, જેમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ મેચ હાર્યા બાદ રિતિકાએ તેના મામાની જગ્યાએ જ્યાં તે ટ્રેનિંગ લેતી હતી ત્યાં જઈને આત્મહત્યા કરી લીધી હતી.
આ પણ વાંચો: BJP સાંસદ રામ સ્વરૂપનું શંકાસ્પદ મોત, આત્મહત્યાની આશંકા
મંગળવારે કરવામાં આવ્યા અંતિમ સંસ્કાર
15 માર્ચે આત્મહત્યા કર્યા બાદ પોલીસે રિતિકાના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું અને મૃતદેહ પરિવારના સભ્યોને સોંપ્યો હતો. મૃતકના અંતિમ સંસ્કાર મંગળવારે રાજસ્થાનના ઝુંઝુનૂ જિલ્લાના તેમના વતન ગામ જૈતપુરમાં કરવામાં આવ્યા હતા.