હૈદરાબાદઃ ભારતના સ્ટાર પેરા-સ્વિમર સુયશ જાધવે ETV ભારત સાથે ખાસ વાતચીતમાં તેમના જીવનમાં આવેલી મુશ્કેલીઓ વિશે વાત કરી હતી. સાથોસાથ તેમણે અકસ્માતમાં પોતાના બંને હાથ ગુમાવવાથી લઇને એશિયાઇ પેરા ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવા સુધીની કહાની શેર કરી હતી.
પોતાના મેડલ વિશે વાત કરતા સુયશે કહ્યું કે આ મારો પહેલો આંતરરાષ્ટ્રીય ગોલ્ડ મેડલ હતો, તેમજ એશિયન પેરા ગેમ્સના ઇતિહાસમાં ભારતનો પણ આ પહેલો ગોલ્ડ મેડલ હતો. મને લાગે છે કે આ મારા માટે તેમજ દેશ માટે એક મોટી ક્ષણ હતી. આ સિદ્ધિએ મને ભારતીય હોવાનો ગર્વ મહસુસ કરાવ્યો હતો, તે ખરેખર એક અદભૂત અનુભવ હતો.
તેની સાથે થયેલા અકસ્માત વિશે સુયશે કહ્યું કે 2004માં હું છઠ્ઠા ધોરણમાં હતો, હું મારા પરિવાર સાથે મારા એક પિતરાઇ ભાઇના લગ્નમાં ગયાં હતા. ત્યારે હું હોલની છત પર રમી રહ્યો હતો કે જ્યા લગ્ન થવાના હતા. ત્યા મે એક ખુલ્લા તારને સ્પર્શ કર્યો હતો, કે જેમાં કરંત હતો. ત્યારબાદ મારા બંને હાથમાં લકવા થયો હતો. જેથી ડોક્ટરોએ કોણીથી નીચેના મારા હાથને અલગ કરવાનો નિર્ણય કર્યો હતો.
તેમણે આગળ કહ્યું કે અકસ્માત થયો તે સમયે હું ખૂબ નાનો હતો, અને મને ખ્યાલ જ નતો આવ્યો કે મારી સાથે શુ થયું છે. હું ડિપ્રેશનમાં નહોતો પણ મારા પરિવારજનોને ખુબ મુશ્કેલી પડી હતી. મને ખરેખર દુખ થયું હતું કે મે મારા બંને હાથ ગુમાવી દીધા છે, પરંતુ તેમછંતા મારે ડિપ્રેશનનો સામનો કરવો પડ્યો ન હતો. મે આઘાતમાંથી બહાર નીકળવા માટે કોઅ વિશેષ મદદ પણ લીધી ન હતી. હું ધીરે-ધીરે તેનાથી ફ્રિ થતો ગયો અને દૈનિક કાર્યોમાં વ્યસ્ત થઇ ગયો.
1978માં સુયશના પિતાનું રાષ્ટ્રીય તરણ સ્પર્ધા માટે સીલેક્શન કરવામાં આવ્યું હતું, પરંતું કેટલીક સમસ્યાઓના કારણે આ સ્પર્ધા રદ કરવામાં આવી હતી. તેઓ ભારત માટે ગોલ્ડ મેડલ જીતવાના તેના સપનાને પુરૂ કરવા માગતા હતા. સુયશે કહ્યું કે, મારા પિતા મારા પહેલા કોચ હતા અને તેણે મને તરવાની મુળ બેઝિક્સ શીખવાડી હતી.
પોતાની ફિટનેસ વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે, હું દોડું છું, હું બોક્સિંગ ગ્લોવ્સ પહેરીને પુશઅપ્સ કરૂં છું. હું જિમમાં વર્કઆઉટ કરૂ છું. હું શરીરના ઉપરના ભાગમાં થોડું વધારે કામ કરૂ છુ અને નિચલા શરીરમાં મારૂ ધ્યાન કેન્દ્રિત કરૂ છું.