દુતીએ આ વાત રાષ્ટ્રીય રાજધાનીમાં ઇકરામા સ્પોર્ટ્સ લિટ્રેચર ફેસ્ટિવલમાં પોતાની બુક 'ફ્રોમ દ હર્ટ' પર ચર્ચાના સમયે કહી હતી.
બે દિવસ સુધી ચાલી રહેલા આ ફેસ્ટિવલમાં પ્રથમ દિવસે દુતીએ બુક સિવાય ભારતના મહાન ખેલાડી વીવીએસ લક્ષ્મણ અને ઇગ્લેન્ડના ભૂતપૂર્વ સ્પિનર મોંટી પાનેસરની બુક પર સત્રનું આયોજન કર્યુ હતું.
વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં ભારતને ઐતિહાસિક ગોલ્ડ મેડલ અપાવનાર રનર દુતીએ કહ્યું કે, 'મહિલા ખેલાડીઓમાંથી વધુ સ્પર્ધક નહી મળવાને કારણે મારે ભુવનેશ્વરમાં પુરૂષ ખેલાડીઓ સાથે ટ્રેનિંગ લેવી પડે છે. સાથે મને ટોકિયો ઓલિમ્પિક-2020ની તૈયારી માટે પણ સમર્થન મળતું નથી.
દૂતીએ આ સત્રમાં પોતાના સમલૈંગિંક સબંધને લઇને પણ ખુલાસો કર્યો હતો.
બે દિવસીય આ સમારોહના બીજા દિવસે ખેલ અને ખેલ હસ્તિયો સાથે જોડાયેલ પુસ્તકોનું વિમોચન અને ચર્ચા કરવામાં આવશે.