- દિવ્યાંશે રાષ્ટ્રીય શૂટિંગના ટ્રાયલ્સમાં ફાઇનલનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો
- 253.1 ના સ્કોર સાથે વર્લ્ડ રેકોર્ડ તોડ્યો
- દિવ્યાંશ 629.7 અંક સાથે ક્વોલિફાઇમાં ત્રીજા સ્થાને
નવી દિલ્હી: ટોક્યો ઓલિમ્પિક ક્વોટા હાંસલ કરનાર દિવ્યંશ સિંહ પવારે બુધવારે અહીં 253.1 ના સ્કોર સાથે વર્લ્ડ રેકોર્ડ તોડીને રાષ્ટ્રીય શૂટિંગ પસંદગી ટ્રાયલ્સમાં પુરૂષોની 10 મી એર રાઇફલ ટી 4 ઇવેન્ટ જીતી હતી.
દિવ્યાંશ 629.7 અંક સાથે ક્વોલિફાઇમાં ત્રીજા સ્થાને
દિવ્યાંશ 629.7 અંક સાથે ક્વોલિફાઇમાં ત્રીજા સ્થાને રહીને ફાઇનલ માટે ક્વોલિફાય થયો છે, જેમાં તેણે ટોક્યોના અન્ય ઓલિમ્પિક કોટા ધારી એશ્વર્ય પ્રતાપ સિંહ તોમરને હરાવીને પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું.બંને વચ્ચે જોરદાર મુકાબલો થયો હતો, જેમાં દિવ્યાંશે જીત મેળવી હતી અને વર્લ્ડ રેકોર્ડ પણ તોડ્યો હતો. એશ્વર્યને 252.8 પોઇન્ટ મળ્યા હતા અને તે વર્લ્ડ રેકોર્ડથી માત્ર 0.2 પોઇન્ટ પાછળ હતો.દિવ્યાંશ ઉપરાંત, સૌરભ ચૌધરી (પુરુષોની 10 મીટર એર પિસ્તોલ ટી 4), ચિંકી યાદવ (મહિલાઓની 25 મીટર પિસ્તોલ ટી 4) અને તેજસ્વિની સાવંત (મહિલાઓની 50 મીટર રાઇફલ થ્રી પોઝિશન ટી 4) સ્પર્ધામાં પ્રથમ સ્થાને રહી હતી. 243.1 ના સ્કોર સાથે સૌરભે ફાઇનલમાં ટી 4 ટ્રાયલ જીતી હતી. સરબજોતસિંહ બીજા અને રવિન્દરસિંહ ત્રીજા સ્થાને રહ્યા હતા.
ટોક્યો 2020 ની અન્ય એક કોટા ધારી ચિંકી યાદવ પ્રથમ સ્થાને
ટોક્યો 2020 ની અન્ય એક કોટા ધારી ચિંકી યાદવ મહિલાઓની 25 મીટર પિસ્ટલ ટી 4 સ્પર્ધામાં 37 પોઇન્ટ સાથે પ્રથમ સ્થાને રહી હતી. મનુ ભાકરે પણ ફાઇનલ માટે ક્વોલિફાય કર્યું હતું, પરંતુ તે પાંચમાં સ્થાને રહી હતી. તેજસ્વિન સાવંત મહિલાઓની 50 મીટર રાઇફલ થ્રી પોઝિશન્સ ટી 4 ઇવેન્ટના 456.7 પોઇન્ટના અંતિમ મેચમાં વિજેતા બની હતી. તેણે લજ્જા ગોસ્વામીને પાછળ છોડી દીધો જેણે 455 પોઇન્ટ મેળવ્યા હતા.