ETV Bharat / sports

સુશીલ કુમાર પર 1 લાખનું ઇનામ જાહેર કરાયું, કુસ્તીબાજની હત્યા કરવાનો આરોપ

દિલ્હી પોલીસે દિલ્હી છત્રાસલ સ્ટેડિયમ ખાતે રેસલર સાગરની હત્યાના કેસમાં ચાલી રહેલા ઓલિમ્પિક મેડલ વિજેતા કુસ્તીબાજ સુશીલ કુમાર પર એક લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું છે. આ સાથે જ તેના ભાગીદાર અજય પર 50 હજાર રૂપિયાનું ઇનામ રાખવામાં આવ્યું છે.

કુસ્તીબાજની હત્યા કરવાનો આરોપ
કુસ્તીબાજની હત્યા કરવાનો આરોપ
author img

By

Published : May 18, 2021, 7:14 AM IST

Updated : May 18, 2021, 11:37 AM IST

  • ઓલિમ્પિક મેડલ વિજેતા કુસ્તીબાજ સુશીલ કુમાર
  • સુશીલ કુમાર પર દિલ્હી પોલીસે એક લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું
  • સુશીલ કુમારે સરન્ડર માટે કરી અપીલ
  • રોહિણી કોર્ટમાં આજે સુનાવણી

નવી દિલ્હી: હત્યાના કેસમાં બે અઠવાડિયાથી ફરાર રહેલા ઓલિમ્પિક મેડલ વિજેતા કુસ્તીબાજ સુશીલ કુમાર પર દિલ્હી પોલીસે એક લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું છે. આ રકમ સુશીલ વિશે માહિતી આપતી વ્યક્તિને આપવામાં આવશે. આ સાથે તેના ભાગીદાર અજયની ધરપકડ પર દિલ્હી પોલીસે 50,000 રૂપિયાનું ઇનામ રાખ્યું છે. તેમજ છત્રસાલ સ્ટેડિયમ ખાતે સાગર રેસલરની હત્યાના આરોપી સુશીલ કુમારે દિલ્હી પોલીસ દ્વારા ઈનામ જાહેર કર્યા બાદ હવે આગોતરા જામીન અરજી કરવામાં આવી છે. જેની રોહિણી કોર્ટમાં આજે સુનાવણી થશે.

આ પણ વાંચો: અરવલ્લીના પ્રાથમિક શિક્ષક તીરંદાજીમાં નેશનલ ચેમ્પિયન બન્યા

પહેલવાન સાગરની હત્યાનો મામલો

4 મેના રોજ દિલ્હીના છત્રસાલ સ્ટેડિયમમાં કુસ્તીબાજ સાગરને માર મારવામાં આવ્યો હતો. આ કેસમાં મુખ્ય આરોપી સુશીલ કુમાર બનાવવામાં આવ્યો છે. આ ઘટના બાદથી તે ફરાર છે અને પોલીસ તેની શોધમાં સતત દરોડા પાડી રહી છે. આવી સ્થિતિમાં, તેની વિરુદ્ધ લુક-આઉટ પરિપત્ર જારી કરવા ઉપરાંત, દિલ્હી પોલીસે કોર્ટમાંથી બિનજામીનપાત્ર વોરંટ પણ જારી કર્યું છે.

દિલ્હી પોલીસે હવે તેની માહિતી આપનારા વ્યક્તિને એક લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું છે. તે જ સમયે જે વ્યક્તિ તેના ભાગીદાર અજય કુમાર વિશે માહિતી આપે છે, તેને 50,000 રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. પોલીસને આશા છે કે ઈનામની જાહેરાત કરવામાં મદદ મળશે અને ટૂંક સમયમાં જ બન્નેની ધરપકડ કરવામાં આવશે.

આ પણ વાંચો: બજરંગ પૂનિયા અને સંગીતા ફોગાટએ કરી સગાઈ, ટોક્યો ઑલિમ્પિક બાદ લગ્ન

સુશીલ કુમારે સરન્ડર માટે કરી અપીલ

દિલ્હી પોલીસનું કહેવું છે કે, સુશીલ કુમારની શોધમાં દિલ્હી, હરિયાણા, યુપી અને ઉતરાખંડ પોલીસની સતત ટીમો રહે છે, પરંતુ તે પોલીસથી છટકી રહ્યો છે. સૂત્રો એમ પણ કહે છે કે સુશીલ કુમાર આ મામલામાં જલ્દીથી આત્મસમર્પણ કરી શકે છે. કોર્ટે તેની સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું છે. જેના કારણે તેના માટે જામીન મેળવવું લગભગ અશક્ય છે. તેથી તેની પાસે સરન્ડરનો એક જ રસ્તો છે અને તે દિલ્હી પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરી શકે છે.

Last Updated : May 18, 2021, 11:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.