લંડન : વર્લ્ડ એથ્લેટિક્સે કોરોના વાઇરસને ધ્યાનમાં રાખીને ટોક્યો ઓલિમ્પિકના ક્વોલિફાયરનો સમયગાળો ડિસેમ્બર 2020 સુધી સ્થગિત કરી દેવાયો છે.
વર્લ્ડ એથ્લેટિક્સે એક નિવેદનમાં કહ્યું છે કે, "ટોક્યો ઓલિમ્પિક્સ 2020 માટેના ક્વોલિફાયરનો સમય 6 એપ્રિલ 2020થી 30 નવેમ્બર 2020 સુધી સ્થગિત કરી દેવાયો છે. આ સમયગાળા દરમિયાનની કોઈપણ ઇવેન્ટના પરિણામો ટોક્યો 2020 ક્વોટા અથવા વિશ્વ રેન્કિંગ માટે માન્ય રહેશે નહીં. આ પરિણામો આંકડાની દ્રષ્ટિએ શરતી રીતે નોંધવામાં આવશે, પરંતુ તે ખેલાડીની લાયકાત માટે માન્ય રહેશે નહીં.''
![COVID-19: World Athletics suspends Olympic qualification period until December](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/olympics_0804newsroom_1586325881_136.jpg)
ટોક્યો ઓલિમ્પિકના ક્વોલિફાયર મુદ્દે વર્લ્ડ એથ્લેટીક્સના નિવેદનમાં કહેવામાં આવ્યું છે, ''જ્યારે વિશ્વભરમાં સ્થિતિ સામાન્ય થશે, ત્યારે આ રમત માટે ક્વોલિફાયરનો સમય 1 ડિસેમ્બરથી 2020થી 2021 સુધીનો રહેશે. કુલ ચાર મહિનાનો સમયગાળો રહેશે." જે ખેલાડીઓ પહેલેથી ક્વોલિફાયર થઈ ચૂકેલા છે, તેઓ ઓલિમ્પિકમાં ભાગ લઈ શકશે. દોડ અને મેરેથોન ટૂર્નામેન્ટ માટેની ક્વોલિફાયરનો સમય 31 મે 2021 અને અન્ય કાર્યક્રમો માટે 29 જૂને સમાપ્ત થશે.