ETV Bharat / sports

દિગ્ગજ બોક્સર મેરી કોમને 2-3થી કરવો પડ્યો હારનો સામનો - આર્ચરી

બોક્સિંગમાં ભારતને મોટો ઝટકો લાગ્યો છે. દિગ્ગજ બોક્સર મેરી કોમ(Mary Kom ) કોલમ્બિયાની ઇંગ્રિટ લોરેના વેલેન્સિયા સામે હારી ગઇ છે. મેરી કોમને 2-3થી હારનો સામનો કરવો પડ્યો છે.

દિગ્ગજ બોક્સર મેરી કોમને 2-3થી કરવો પડ્યો હારનો સામનો

author img

By

Published : Jul 29, 2021, 5:53 PM IST

  • પુરુષ હોકી ટીમનું પણ જોરદાર પ્રદર્શન જારી છે
  • રિયો ઓલમ્પિકની ચેમ્પિયન અર્જેટીનાને 3-1થી હરાવી દીધી છે
  • ભારત માટે આજનો દિવસ જોરદાર રહ્યો છે

ટોક્યો: ભારતની દિગ્ગજ બોક્સર મેરી કોમ( 51 કિલો વર્ગમાં) ઓલિમ્પિકમાં આજની પ્રી ક્વાટર ફાઇનલ મેચમાં હારી ગઇ છે. પ્રથમ રાઉન્ડમાં મેરીકોમ(Mary Kom ) ડિફેન્સિવ રહી હતી, પરંતુ બીજા રાઉન્ડમાં તે આક્રમક રહી છે. તેણે બીજા રાઉન્ડમાં ઇંગ્રિટ લોરેના વાલેંસિયાને 3-2થી હરાવી છે. આ રાઉન્ડમાં વર્લ્ડ ક્લાસ બોક્સિંગ જોવા મળી છે. પ્રથમ રાઉન્ડમાં મેરી કોમ(Mary Kom ) અને કોલમ્બિયાની ઇંગ્રિટ વેલેન્સિયા વચ્ચે ઉગ્ર હરીફાઈ થઇ હતી. જો કે કોલમ્બિયાની વેલેન્સિયાએ આક્રમક શૈલી બતાવી અને તે પોઇન્ટ મેળવવામાં સફળ રહી. પ્રથમ રાઉન્ડમાં, મેરી કોમે (Mary Kom )વિરોધી બોક્સરના પડકારનો સામનો કર્યો હતો અને તે પાછળ રહી હતી.

આ પણ વાંચો- Tokyo Olympics 2020, Day 7: હોકીમાં ભારતે ચેમ્પિયન ટીમ અર્જટીનાને 3-1થી હરાવ્યું

મેરી કોમ બીજા રાઉન્ડમાં આગળ રહી

આ પછી, બીજા રાઉન્ડમાં મેરી કોમે શાનદાર વાપસી કરી હતી અને પ્રતિસ્પર્ધીને આક્રમક રીતે મુક્કા મારતી જોવા મળી હતી, જેનો ફાયદો ભારતીય બોક્સરને થયો હતો. આ જ કારણ હતું કે, મેરી કોમ બીજા રાઉન્ડમાં આગળ રહી. ત્રીજા અને અંતિમ રાઉન્ડમાં જીતવા માટે વેલેન્સિયાએ મેરી કોમની આગેવાની લીધી હતી

આ પણ વાંચો- પ્રેમની પીચ પર બોલ્ડ પૃથ્વી શૉની જોરદાર ઈનિંગ પર Rumored Girlfriendએ આપ્યું રિએક્શન

ઓલિમ્પિકમાં સાતમો દિવસ ભારત માટે રહ્યો સારો

ટોક્યો ઓલમ્પિક(Tokyo Olympics )નો આજે 7મો દિવસ છે. ભારત માટે આજનો દિવસ જોરદાર રહ્યો છે. તેને તીરંદાજી, હોકી, બેડમિંટન અને બોક્સિંગમાં જીત મળી છે. તીરંદાજ અતનુ દાસે પુરુષ સીગલ્સના અંતિમ 8માં જગ્યા બનાવી લીધી છે. સ્ટાર શટલર પીવી સિંધુ ડેનમાર્કની મિયા બ્લિચફેલ્ટને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઇ છે. ત્યાં બોક્સર સતીશ કુમાર 91 કિલો વર્ગના અંતિમ-8માં પહોંચ્યો હતો. પુરુષ હોકી ટીમનું પણ જોરદાર પ્રદર્શન જારી છે. તેને રિયો ઓલમ્પિકની ચેમ્પિયન અર્જેટીનાને 3-1થી હરાવી દીધી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.