ન્યૂઝ ડેસ્ક: ટોક્યો પેરાલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા ભાવિના પટેલે પેરા ટેબલ ટેનિસ મહિલા વર્ગની 3-5 ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતીને (Bhavina Patel won the goalt medal in para table tennis) ઈતિહાસ રચ્યો છે. જ્યારે સોનલ પટેલે બ્રોન્ઝ મેડલ જીત્યો (Sonal Patel won the bronze medal) છે. ભાવિનાનો આ પહેલો કોમનવેલ્થ મેડલ છે. ફાઈનલ મેચમાં ભાવિનાએ નાઈઝીરિયાની કિસ્ટિયાના ઈક્પેયોઈને હરાવી હતી.
CWG 2022 પેરા ટેબલ ટેનિસ : કોમનવેલ્થ ગેમ્સ 2022 ના (Commonwealth Games 2022) 9મા દિવસે ભારતીય ખેલાડીઓ સતત ચમકતા રહે છે. ભારતીય કુસ્તીબાજોએ સૌથી પહેલા કુસ્તીમાં પોતાની તાકાત બતાવી. હવે ભારતની ભાવિના પટેલે પેરા ટેબલ ટેનિસમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતીય ખેલાડીએ પેરા ટેબલ ટેનિસમાં ફાઇનલમાં નાઈઝીરિયાનીને 3-0થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ભારતીય ખેલાડીએ ગયા વર્ષે ટોક્યો પેરાલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો. આ સાથે જ કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતનો આ 13મો ગોલ્ડ મેડલ છે.
આ પણ વાંચો: Commonwealth Games 2022: રેસલર રવિ કુમારનો 'ગોલ્ડનપંચ', કુશ્તીમાં ચોથો ગોલ્ડ
સોનલ પટેલે પેરા ટેબલ ટેનિસમાં બ્રોન્ઝ જીત્યો : આ સિવાય ભારતની સોનલ પટેલે કોમનવેલ્થ ગેમ્સ 2022માં પેરા ટેબલ ટેનિસમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણે બ્રોન્ઝ મેડલ મેચ 3-5થી જીતી હતી. ભારતે 38 મેડલ જીત્યા છે. જેમાં 13 ગોલ્ડ મેડલ સામેલ છે. આ ઉપરાંત ગયા વર્ષે ટોકિયો પેરાલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનારી ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી ભાવના પટેલે ગોલ્ડ મેડલ જીત્યો છે.
પેરા ટેબલ ટેનિસ : ભાવિનાએ ટોક્યો ઓલિમ્પિક 2020માં સિલ્વર મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. પેરાલિમ્પિક્સમાં તે ફાઇનલમાં ચીનની ઝાઉ યિંગ સામે હારી ગઈ હતી, પરંતુ કોમનવેલ્થ ગેમ્સની ફાઇનલમાં તેણે કોઈપણ પ્રકારના દબાણને પોતાના પર હાવી થવા દીધું ન હતું. માત્ર એક વર્ષની ઉંમરે પોલિયોનો શિકાર બનેલી ભાવનાનું જીવન સંઘર્ષોથી ભરેલું રહ્યું છે, પરંતુ તેણે જીતવાની જીદ ક્યારેય છોડી નથી.
ભાવિના પટેલે ગુજરાતનો વગાડ્યો ડંકો : ભાવિનાએ કોમનવેલ્થ ગેમ્સમાં મહિલા સિંગલ્સ કેટેગરીની ફાઈનલમાં નાઈજીરિયાની ઈફેચુકુડે ક્રિસ્ટીના ઈકપોયીને 12-10, 11-2, 11-9થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ઈવેન્ટમાં ભારત માટે ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ આવ્યા છે. સોનલબેન મનુભાઈ પટેલે બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. તેમજ આ મેડલ નંબર 14 શનિવારે કોમનવેલ્થ ગેમ્સમાં મળ્યો હતો. ભાવના પટેલે કોમનવેલ્થ ગેમ્સમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો છે. ભાવિનાને પ્રથમ ગેમમાં ફાઈટ મળી હતી. જોકે, તેણે 12-10થી જીત મેળવી હતી. બીજી ગેમમાં તેણે આસાનીથી 11-2થી જીત મેળવી હતી. ત્રીજી ગેમમાં વિપક્ષે તેને પડકારવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેણે 11-9થી જીત મેળવીને ઈતિહાસ રચી દીધો.
એક વર્ષની ઉંમરે થયો હતો પોલિયો : ભાવિનાનો જન્મ 6 નવેમ્બર 1986ના રોજ ગુજરાતના મહેસાણા જિલ્લાના વડનગરના નાના ગામમાં થયો હતો. તેને માત્ર એક વર્ષની ઉંમરે પોલિયો થયો હતો. પરિવારની આર્થિક સ્થિતિ એટલી સારી ન હતી કે તેમની સારવાર થઈ શકે. જ્યારે તે ચોથા ધોરણમાં હતી, ત્યારે તેના પિતાએ તેને વિશાખાપટ્ટનમમાં કરાવ્યું, પરંતુ તેનો કોઈ ફાયદો થયો નહીં. રિહેબ દરમિયાન ભાવિનાએ વધુ ધ્યાન ન આપવાને કારણે તેની હાલત આવી જ રહી. એક મધ્યમવર્ગીય પરિવારમાંથી આવતા ભાવિનાએ જીવનભર વ્હીલચેર અપનાવવી પડી. ભાવિનાએ આ સ્થિતિમાં 12મા સુધી અભ્યાસ કર્યો. ગુજરાત યુનિવર્સિટીમાંથી ડિસ્ટન્સ લર્નિંગ હેઠળ સ્નાતક થયા હતા.
આ પણ વાંચો: CWG 2022 : ભારતીય મહિલા ટીમેં ફાઇનલમાં બનાવી જગ્યા
શોખ બની ગયો પેશન : ભાવિનાએ શોખ તરીકે ટેબલ ટેનિસ રમવાનું શરૂ કર્યું. પાછળથી તે તેનો પેશન બની ગયો. હવે તે પેરા ટેબલ ટેનિસમાં મોટા પ્લેટફોર્મ પર ભારતને મેડલ અપાવતી જોવા મળે છે. પ્રોફેશનલ ટેબલ ટેનિસ રમ્યાના 3 વર્ષ પછી ભાવિનાએ બેંગ્લોરમાં પેરા ટેબલ ટેનિસમાં તેનો પહેલો ગોલ્ડ મેડલ જીતીને પોતાની છાપ બનાવવાનું શરૂ કર્યું હતું. 2011 PTT થાઈલેન્ડ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ જીત્યા પછી તેણીની વિશ્વ રેન્કિંગ વધીને બીજા નંબરે આવી ગઈ. તેણે ઓક્ટોબર 2013માં બેઇજિંગ એશિયન પેરા ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં મહિલા સિંગલ્સ વર્ગ 4 ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. 2018માં એશિયન પેરા ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. તેણે 2019માં બેંગકોકમાં તેનો પહેલો આંતરરાષ્ટ્રીય સિંગલ ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે ટોક્યો પેરાલિમ્પિક્સમાં સિલ્વર જીતીને ઈતિહાસ રચ્યો હતો અને હવે તે કોમનવેલ્થ ગેમ્સમાં જીતનો સિલસિલો ચાલુ રાખી રહ્યો છે.