ETV Bharat / sports

2022 વિંટર ઓલિમ્પિક્સના હોસ્ટિંગ પર ચીનનો ઘેરાવ, તિબેટ કેસમાં IOCની દખલ માટે અપીલ - વિંટર ઓલિમ્પિક્સ 2020

આ વખતે 2022 માં યોજાનારી વિંટર ઓલિમ્પિકને લઈને વિશ્વભરમાં મોટો વિવાદ થયો છે. આ વખતે ચીન, બેઇજિંગ 2022 વિંટર ઓલિમ્પિક્સનું આયોજન કરશે, જેના કારણે હ્યુમન રાઇટ્સ ગ્રુપ ઓલિમ્પિકને બોયકોટ કરવા અને ચાઇના પાસેથી તરત જ હોસ્ટિંગ રાઇટ્સ પાછો ખેંચી લેવા મક્કમ છે.

ઓલિમ્પિક્સ
ઓલિમ્પિક્સ
author img

By

Published : Sep 15, 2020, 8:25 PM IST

ટોક્યો: તિબેટમાં ચીન દ્વારા સર્જાયેલી પરિસ્થિતિ, દલાઈ લામાને હાંકી કાઢવા પાછળ ચીનનો હાથ અને વંશીય લઘુમતીઓ સાથેના વ્યવહારનોને કારણે વિશ્વમાં વિરોધ ચાલુ છે. તે જ સમયે, 2008 ના બેઇજિંગ ઓલિમ્પિક્સ પછી, ચીનની પરિસ્થિતિઓમાં કોઈ સુધારો ન થવાને કારણે, સમગ્ર વિશ્વમાં જાહેરમાં આક્રોશ વધ્યો છે. વિશ્વ કક્ષાના ઘણાં માનવાધિકાર જૂથો કહે છે કે ચીનમાં અત્યાર સુધી જે બન્યુ, તે પરિસ્થિતિ હજી પણ વધારે ખરાબ થશે.

આવી સ્થિતિમાં, 2022 માં યોજાનારી વિંટર ઓલિમ્પિકને લઈને વિશ્વભરમાં મોટો વિવાદ ઉભો થયો છે. આ વખતે ચીન, બેઇજિંગ 2022 વિંટર ઓલિમ્પિક્સનું આયોજન કરશે, જેના કારણે હ્યુમન રાઇટ્સ ગ્રુપ ઓલિમ્પિકને બોયકોટ કરવા અને ચાઇના પાસેથી તરત જ હોસ્ટિંગ રાઇટ્સ પાછો ખેંચી લેવા મક્કમ છે.

માનવાધિકારના એક સંઘે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (આઇઓસી) ના પ્રમુખ થોમસ બાક સામે સ્વિટ્ઝરલેન્ડની આઇઓસી હેડ ઓફિસ સમક્ષ એક પત્ર લખીને માંગ કરી છે કે આઇઓસી, ચીન- બેઇજિંગને 2022 વિંટર ઓલિમ્પિક્સનું આયોજન કરવા દેવાની ભૂલ કરે છે અને કહ્યું કે આ ભૂલ સુધારતી વખતે આઇઓસીએ ચીન પાસેથી વિંટર ઓલિમ્પિકનું યજમાન કરવાનો અધિકાર પાછો ખેંચે.

પત્રમાં કહેવામાં આવ્યું છે કે ચીનમાં આયોજિત 2008 ના ઓલિમ્પિકમાં માનવાધિકારના રેકોર્ડમાં કોઈ સુધારો થયો નથી. આ ઉપરાંત, ચીને તિબેટમાં એક "ઓર્વેલિયન સર્વેલિયન નેટવર્ક" (ઓર્વેલિયન - જે મુક્ત સંસ્કૃતિ માટે નુકસાનકારક છે) બનાવ્યું છે. ચીને મોટા ભાગે મુસ્લિમ વંશીય જૂથો ધરાવતા ઉઇગરને (તુર્કીના લોકો જે વંશીય જૂથ સાથે જોડાયેલા છે) કેદ કરી દીધા હતા.

પત્રમાં કહેવામાં આવ્યું છે કે ચીને હોંગકોંગ, મંગોલિયા અને તાઇવાનમાં પણ પરિસ્થિતિ વધુ વણસી છે. જો કે, 2022 ઓલિમ્પિકની તૈયારી અંગે પૂછાયેલા પ્રશ્નો અંગે હ્યુમન રાઇટ્સ ગ્રૂપ દ્વારા આઇઓસી ન્યૂઝ કોન્ફરન્સમાં મોકલવામાં આવેલા પત્ર વિશે થોમસ બાક કંઈ બોલ્યા નથી.

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા જાઓ લિજિઆને આરોપ લગાવ્યો છે કે જૂથો રમતોને રાજકીયકરણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, જે ઓલિમ્પિક ચાર્ટરની ભાવના વિરુદ્ધ છે. જો કે ચીને વારંવાર માનવ અધિકારના ભંગનો ઇનકાર કર્યો છે. તેમણે અગાઉ કહ્યું હતું કે ઉઇગરોના શિબિર ચીનમાં નથી, જ્યારે પાછળથી તેમણે કહ્યું હતું કે તેઓ આતંકવાદ સામે લડવાની તાલીમ કેન્દ્રો છે.

જો કે, કોવિડને કારણે બગડતી સ્થિતિને કારણે ટોક્યો ઓલિમ્પિક્સ 2021 સુધી મુલતવી રાખવામાં આવતાં IOC ને નોંધપાત્ર નુકસાન થયું છે. અહીં 200 થી વધુ રાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ છે, જેમાં એક ડઝનથી વધુ ઓલિમ્પિક સંબંધિત સ્પોર્ટસ ફેડરેશન છે.

જોકે, ચાઇનાને 2022 વિંટર ઓલિમ્પિક્સનું યજમાન આપવાની ઘોષણા કરવામાં આવી તે પહેલાં બે મહિના પહેલાં બાકને બહિષ્કાર કરવાની ચેતવણી આપવામાં આવી હતી, તેમ છતાં તેમણે કહ્યું હતું કે તેમને બેઇજિંગ વિશે ખાસ કહેવામાં આવ્યું નથી. આઇઓસી તેની રેવન્યુ 73% ટેલિવિઝન રાઇટ્સને વેચીને અને 18 ટકા પ્રાયોજકો પાસેથી કમાય છે, જ્યારે ટોક્યો ઓલિમ્પિક્સમાં વિલંબને કારણે તેની આવકમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

ઓસ્લો અને સ્ટૉકહોમ જેવા યુરોપિયન શહેરોના નામ પાછા ખેંચ્યા પછી, આઇઓસીને 2022 ના ઓલિમ્પિકમાં ફક્ત બે દેશોની યજમાની બોલી આપવામાં આવી હતી જેમાં બેઇજિંગ અને કઝાકિસ્તાનના અલમાટી. દરમિયાન, બેઇજિંગ ચાર મતથી જીત્યું. વિંટર ઓલિમ્પિક્સની કોઈ પરંપરા ચીન સાથે સંકળાયેલી નથી, પરંતુ માત્ર એક વિશાળ બજારને ધ્યાનમાં રાખીને, ચીનને આ જવાબદારી સોંપવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.