નવી દિલ્હીઃ ભારતમાં વન ડે વર્લ્ડ કપ 2023નું આયોજન થાય તે પહેલા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડનું એક મોટું અપડેટ સામે આવ્યું છે. આ વર્લ્ડ કપ દેશમાં ઓક્ટોબર-નવેમ્બર વચ્ચે યોજાશે. પરંતુ તે પહેલા તે ક્રિકેટ સ્ટેડિયમોમાં સુધારો કરવો પડશે, જે આ વર્લ્ડ કપ ટુર્નામેન્ટના સ્થળ છે. બીસીસીઆઈ દ્વારા આવા પાંચ ક્રિકેટ સ્ટેડિયમનું નવીનીકરણ કરવામાં આવશે. મેદાનને સ્માર્ટ બનાવવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ થશે. છેલ્લા 10 વર્ષમાં ભારતીય ક્રિકેટમાં ખૂબ પૈસા આવ્યા છે, જેના કારણે BCCI વિશ્વનું સૌથી ધનિક બોર્ડ બની ગયું છે, પરંતુ દેશના મોટાભાગના સ્ટેડિયમોમાં દર્શકો માટે પ્રાથમિક સુવિધાઓ પણ નથી. જેના કારણે BCCIએ મેદાનને વધુ સુધારવાનો નિર્ણય લીધો છે.
IPL 2023 : દિલ્હી કેપિટલ્સ સામે મુંબઈ ઈન્ડિયન્સનો 6 વિકેટે શાનદાર વિજય
5 મેદાનનું નવીનીકરણ: ભારતમાં ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનાર ODI વર્લ્ડ કપ પહેલા 5 મેદાનનું નવીનીકરણ કરવામાં આવનાર છે. ક્રિકેટ સ્ટેડિયમને લઈને દર્શકોની સતત ફરિયાદો હતી. જેના કારણે BCCIએ આ નિર્ણય લીધો છે. આ વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ટેસ્ટ સિરીઝ દરમિયાન દર્શકોએ અરુણ જેટલી સ્ટેડિયમમાં ગંદા શૌચાલય પર નારાજગી વ્યક્ત કરી હતી. રિપોર્ટ અનુસાર દિલ્હી સિવાય હૈદરાબાદ, કોલકાતા, મોહાલી અને મુંબઈના સ્ટેડિયમમાં પણ સુધારો કરવામાં આવશે. તે જ સમયે, મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં કામ શરૂ થઈ ગયું છે.
IPL 2023: રવિ શાસ્ત્રીનો દાવો, સૂર્યકુમાર યાદવ સારી ઇનિંગ સાથે પરત ફરશે
કરોડો રૂપિયાનો ખર્ચ: પાંચ મેદાનના નવીનીકરણ માટે BCCI દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. દિલ્હી સ્ટેડિયમમાં આ પ્રોજેક્ટ પર 100 કરોડ, હૈદરાબાદના રાજીવ ગાંધી ક્રિકેટ સ્ટેડિયમ પર લગભગ 117 કરોડ, ઈડન ગાર્ડન્સ પર લગભગ 127 કરોડ, મોહાલીમાં લગભગ 79 કરોડ અને વાનખેડે સ્ટેડિયમ પર લગભગ 78 કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે. વર્લ્ડ કપ માટે અમદાવાદ, બેંગ્લોર, ચેન્નાઈ, દિલ્હી, ધર્મશાલા, ગુવાહાટી, હૈદરાબાદ, કોલકાતા, લખનૌ, ઈન્દોર, રાજકોટ અને મુંબઈ સહિત 12 સ્થળોની પસંદગી કરવામાં આવી છે. વર્લ્ડ કપ દરમિયાન 46 દિવસમાં 48 મેચ રમાશે. છેલ્લો ODI વર્લ્ડ કપ 2011માં ભારતમાં યોજાયો હતો, જ્યારે ટીમે મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ખિતાબ જીત્યો હતો.