મુંબઈ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ મંગળવારે બીસીસીઆઈના પૂર્વ કાર્યકારી સચિવ અને પ્રતિષ્ઠિત આઈ,પી,એસ અધિકારી અમિતાભ ચૌધરીનું અચાનક મોત પર દુઃખ વ્યક્ત કર્યુ હતું. અમિતાભ ચૌધરીનું મંગળવારની સવારે રાંચીમાં હાર્ટ અટૈકના લીધે 62 વર્ષની વયે નિધન થયું. બીસીસીઆઈ ના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ જણાવ્યું હતુ કે હું અમિતાભ ચૌધરીના નિધનથી સ્તબ્ધ અને દુઃખી છુ. મારૂ તેમની સાથે લાંબા સમયથી જોડાણ હતું. મને એમના વિષે સૌથી પહેલા ઝિમ્બાબ્વેના પ્રવાસે માહિતી મળી.જ્યારે હું ભારતની કપ્તાની કરી રહ્યો હતો અને તે ટીમના મેનેજર હતા.
આ પણ વાંચો સુરતની ઇન્ડસ્ટ્રીયલ ફેક્ટરીમાં લાગી ભિષણ આગ, ફાયરની ટીમ ઘટના સ્થળે
-
The BCCI expresses shock and grief at the untimely demise of Mr Amitabh Choudhary, former BCCI Acting Secretary, a veteran administrator and a distinguished IPS officer.
— BCCI (@BCCI) August 16, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
READ - https://t.co/oHJLHR1t8i
">The BCCI expresses shock and grief at the untimely demise of Mr Amitabh Choudhary, former BCCI Acting Secretary, a veteran administrator and a distinguished IPS officer.
— BCCI (@BCCI) August 16, 2022
READ - https://t.co/oHJLHR1t8iThe BCCI expresses shock and grief at the untimely demise of Mr Amitabh Choudhary, former BCCI Acting Secretary, a veteran administrator and a distinguished IPS officer.
— BCCI (@BCCI) August 16, 2022
READ - https://t.co/oHJLHR1t8i
ક્રિકેટમાં મોટુ યોગદાન આઈઆઈટી ખડગપુરના પૂર્વ વિધ્યાર્થી ચૌધરીને ઝારખંડમાં ક્રિકેટમાં બદલાવ અને રાજ્યમાં પ્રાથમિક લેવલે ક્રિકેટને આગળ લઈ જવામાં તેમનું મોટુ યોગદાન છે. વરિષ્ઠ પોલીસ અધિકારી તરીકે ફરજ પૂરી કર્યા પછી ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રીત કર્યુ હતું. તેમણે ઝારખંડ રાજ્ય ક્રિકેટ સંઘના અધ્યક્ષ તરીકે કામ કર્યુ હતું.
આ પણ વાંચો વિદ્યાર્થીની મોતની છલાંગ પણ પોલીસ કેસને રફેદફે કરવાના મૂડમાં
જય શાહનું નિવેદન તેમના કાર્યકાળ દરમિયાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડીયમ ચાર વર્ષથી પણ ઓછા સમયમાં આધુનિક સુવિધાથી સજ્જ સ્ટેડીયમ તૈયાર કરીને જાન્યુઆરી 2013માં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આંતરરાષ્ટ્રીય મેચની મેજબાની કરી હતી. બીસીસીઆઈ(BCCI)ના સચિવ જય શાહે ક્હ્યુ ,અમિતાભ ચૌધરીના નિધનના સમાચાર સાંભળી હું સ્તબ્ધ થઈ ગયો અને આઘાતમાં છુ.એક અધિકારી તરીકે તેઓ પ્રાથમિક સ્તરે બદલાવ લાવવા માગતા હતા.એમણે એક કઠીન સમય દરમિયાન બીસીસીઆઈ(BCCCI)ના પ્રમુખપદે કામ કર્યુ અને યોગ્ય રીતે કામકાજ સંભાળ્યું.મારી સંવેદના તેમના પરિવાર અને દોસ્તો સાથે છે.ભગવાન તેમને આ દુઃખની ઘડીમાંથી નીકળવાની શક્તિ આપે.