ETV Bharat / sports

ખેલ રત્ન એવોર્ડઃ TTFIએ શરત કમલ, AFI એ નીરજ ચોપડા અને BAI એ બી.સાઈ પ્રણીતના નામની ભલામણ કરી - શુભંકર શર્મા

રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ દેશનો સર્વોચ્ચ ખેલ પુરસ્કાર છે. ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી( Former Prime Minister Rajiv Gandhi )ના નામ પરથી આ એવોર્ડ આપવામાં આવે છે. ત્યારે AFIએ એથલિટ નીરજ ચોપડાના નામની ભલામણ રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર ( Rajiv Gandhi Khel Ratna Award ) માટે કરી છે. તેમજ TTFIએ અચિંત શરત કમલના નામની ભલામણ, ગોલ્ફ યુનિયન ઓફ ઈન્ડિયાએ શુભંકર શર્માના નામની ભલામણ અને બેડમિંટન એસોસિએશન ઓફ ઈન્ડિયાએ બી સાંઇ પ્રણીત અને કિદામ્બી શ્રીકાંતના નામની ભલામણ કરી છે.

ખેલ રત્ન એવોર્ડ
ખેલ રત્ન એવોર્ડ
author img

By

Published : Jul 1, 2021, 5:31 PM IST

  • રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ દેશનો સર્વોચ્ચ ખેલ પુરસ્કાર
  • AFIએ એથલિટ નીરજ ચોપડાના નામની કરી ભલામણ
  • TTFIએ અચિંત શરત કમલના નામની ભલામણ કરી
  • શુભંકર શર્મા, બી સાંઈ પ્રણીત અને કિદામ્બી શ્રીકાંતના નામની પણ કરવામાં આવી છે ભલામણ

નવી દિલ્હીઃ એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા(AFI)ને ઓલિમ્પિકમાં મેડલ જીતવાના પ્રબળ દાવેદાર ભાલા ફેંકના એથલિટ નીરજ ચોપડાના નામની ભલામણ રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર માટે કરી છે. તેમજ ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઈન્ડિયા (TTFI)એ રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ (Rajiv Gandhi Khel Ratna Award) માટે અચિંત શરત કમલના નામની ભલામણ કરી છે. બીજી તરફ ગોલ્ફ યુનિયન ઓફ ઈન્ડિયાએ રાજીવ ગાંધી ખેલ રત્ન માટે બે વખતના યૂરોપીયન ટૂર વિજેતા શુભંકર શર્માના નામની ભલામણ કરી છે. આ ઉપરાંત બેડમિંટન એસોસિએશન ઓફ ઈન્ડિયા દ્વારા રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ માટે બી સાંઇ પ્રણીત અને કિદામ્બી શ્રીકાંતના નામની ભલામણ કરી છે.

2018 બાદ ચોથી વખત નીરજ ચોપડાના નામની ભલામણ કરવામાં આવી

23 વર્ષીય નીરજ ચોપડાના નામાંકન પહેલા ઓડિશા સરકારે આ જ એવોર્ડ માટે દોડવીર દુતી ચંદના નામની ભલામણ કરી હતી. 2018 બાદ આ ચોથી વખત છે કે, જ્યારે ખેલ રત્ન માટે નીરજ ચોપડા ( Neeraj Chopra )ના નામની ભલામણ કરવામાં આવી હોય. સરકારી સૂત્રોએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, એવોર્ડ સમિતિએ આ વર્ષે ખેલ રત્ન માટે નીરજના નામની ભલામણ કરી છે. નીરજ ચોપડાને 2018માં ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ અર્જુન એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યો હતો. તે વર્ષે પણ ખેલ રત્ન માટે તેમના નામની ભલામણ કરવામાં આવી હતી. નીરજ ચોપડાએ જાન્યુઆરી 2020માં જ ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરી લીધું છે. હાલમાં તે યુરોપમાં ઓલિમ્પિકની તૈયારી કરી રહ્યો છે.

શુભંકર શર્મા યુરોપિયન ટૂર જીતનાર સૌથી યુવા ભારતીય ગોલ્ફર

બીજી તરફ ગોલ્ફ યુનિયન ઓફ ઈન્ડિયાએ રાજીવ ગાંધી ખેલ રત્ન માટે બે વખતના યૂરોપીયન ટૂર વિજેતા શુભંકર શર્મા( Shubhakar Sharma )ના નામની ભલામણ કરી છે. ચોવીસ વર્ષના શુભંકરે ડિસેમ્બર 2017માં જોબર્ગ ઓપનનો ખિતાબ જીત્યો, અને તે યુરોપિયન ટૂર જીતનાર સૌથી યુવા ભારતીય ગોલ્ફર બન્યો હતો. ત્યારબાદ તેણે ફેબ્રુઆરી 2018 માં બેંક ચેમ્પિયનશીપમાં ટાઇટલ જીત્યું હતું. તે 2018 માં યુરોપિયન ટૂરનો રૂકી ઓફ ધ યર એવોર્ડ જીતનારો પ્રથમ ભારતીય બન્યો છે. તેણે 22 વર્ષની ઉંમરે 2018માં એશિયન ટૂર ઓર્ડર ઓફ મેરિટ પણ જીત્યો હતો. શુભકરે પાંચ મુખ્ય ટૂર્નામેન્ટ માસ્ટર, અમેરિકી ઓપન, ધ ઓપન ચેમ્પિયનશીપ( બે વખત) અને પીજીએ ચેમ્પિયનશીપમાં દેશનું પ્રતિનિધિત્વ કર્યું છે.

શુભંકર શર્મા
શુભંકર શર્મા

આ પણ વાંચોઃ BCCI ખેલ રત્ન માટે મિતાલી રાજ અને અશ્વિનના નામની ભલામણ કરશે, જાણો અત્યાર સુધીમાં કેટલા ક્રિકેટરને મળ્યો છે આ એવોર્ડ

અર્જૂન એવોર્ડ માટે આ નામો મોકલવામાં આવ્યાં

દેશમાં રમત ગવર્નિંગ સંસ્થાએ અર્જૂન એવોર્ડ (Arjun Award ) માટે ઉદ્યાન માને, રાશિદ ખાન અને દિક્ષા ડાગરના નામ મોકલ્યા છે. IGUના અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, અમે બે અઠવાડિયા પહેલા મંત્રાલયને એક પત્ર મોકલીને અર્જૂન એવોર્ડ માટે ઉદ્યાન માને, રાશિદ ખાન અને દિક્ષા ડાગરના નામની ભલામણ તેમજ શુંભકર શર્માના નામની ભલામણ ખેલ રત્ન માટે કરી છે. બીજી તરફ ઉદ્યાન માને આર્જેન્ટિનાના એમિલીનો ગ્રિલોની પીછેહઠ પછી ટોક્યો ઓલિમ્પિક્સ( Tokyo Olympics ) માં કટ મેળવ્યો. જો કે, આંતરરાષ્ટ્રીય ગોલ્ફ ફેડરેશન દ્વારા 6 જુલાઈના રોજ તેની પ્રવેશની પુષ્ટિ કરવામાં આવશે.

દેશના સર્વશ્રેષ્ઠ ખેલાડી શરત કમલ તેની ચોથી ઓલિમ્પિકમાં ભાગ લેવા તૈયાર

ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઈન્ડિયા (TTFI)એ રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ માટે અચિંત શરત કમલના નામની ભલામણ કરી છે. દેશના સર્વશ્રેષ્ઠ ખેલાડી શરત કમલ તેની ચોથી ઓલિમ્પિકમાં ભાગ લેવા તૈયાર છે. તે 2019 માં પદ્મશ્રી એવોર્ડ મેળવનારા પ્રથમ ટેબલ ટેનિસ ખેલાડી બન્યા હતા. વિશ્વ રેન્કિંગમાં 32માં ક્રમે રહેલા શરત કમલે કોમનવેલ્થ ગેમ્સમાં ઘણી વખત ગોલ્ડ મેડલ જીત્યાં છે પરંતુ તેની સૌથી મોટી ઉપલબ્ધિ 2018 એશિયન ગેમ્સમાં કાંસ્ય પદક વિજેતા ટીમનો ભાગ રહી હતી, જેમાં ભારતે આ સ્પર્ધામાં પ્રથમ ટેબલ ટેનિસ મેડલ જીતવામાં મદદ કરી હતી. દેશમાં રમતની સંચાલન સંસ્થા TTFIના સલાહકાર એમપી સિંહે કહ્યું કે, શરત કમલ ખેલ રત્ન માયે યોગ્ય ઉમેદવાર છે. અમને આશા છે કે તેમને આ એવોર્ડ મળશે. શરત કમલના ભૂતપૂર્વ સાથી સૌમ્યાદીપ રોય કે જે હવે કોચ બન્યા છે, તેને દ્રોણાચાર્ય એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ Tokyo Olympics 2021 : અચંતા શરત કમલની મિક્સ્ડ ડબલ્સમાં મેડલ તરફ મીટ

અર્જૂન એવોર્ડ માટે સુતિર્થા મુખર્જી સહિતનાની ભલામણ કરાઈ

અર્જૂન એવોર્ડ માટે નામાંકિત કરવામાં આવેલા ખેલાડિયોમાં ઓલિમ્પિક માટે ક્વોલીફાય કરી ચૂકેલી સુતિર્થા મુખર્જી સિવાય આહિકા મુખર્જી અને માનવ ઠક્કરનો સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ દિપિકા કુમારીનું વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન, ભારતને અપાવ્યા 3 ગોલ્ડ મેડલ

BAI દ્વારા બી સાંઇ પ્રણીત અને કિદામ્બી શ્રીકાંતના નામની ભલામણ

બેડમિંટન એસોસિએશન ઓફ ઈન્ડિયા દ્વારા રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ માટે બી સાંઇ પ્રણીત અને કિદામ્બી શ્રીકાંતના નામની ભલામણ કરી છે. તેમજ અર્જુન એવોર્ડ માટે ત્રણ ખેલાડીઓના નામની ભલામણ કરવામાં આવી છે. વર્ષ 2019ની વર્લ્ડ ચેમ્પિયનશીપમાં બ્રોન્ઝ મેડલ જીતનારો પ્રણીત ટોક્યો ગેમ્સ માટે ક્વોલિફાય કરનારો એકમાત્ર પુરુષ સિંગલ્સ શટલર છે. બેડમિંટન એસોસિએશન ઓફ ઈન્ડિયા (BAI) એ એચએસ પ્રણય, પ્રણવ જેરી ચોપરા અને સમીર વર્માને અર્જુન એવોર્ડ માટે નિયુક્ત કર્યા છે.

આ પણ વાંચોઃ ટી-20 વિશ્વ કપની તારીખ જાહેર, જાણો ક્યારે અને ક્યા રમાશે

પૂર્વ વડાપ્રધાનની યાદમાં વર્ષે 1991-92માં રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડની શરૂઆત કરાઈ હતી

રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ દેશનો સર્વોચ્ચ ખેલ પુરસ્કાર છે. ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી( Former Prime Minister Rajiv Gandhi )ના નામ પરથી આ એવોર્ડ આપવામાં આવે છે. આ પુરસ્કાર કોઈ ખેલાડીના આંતરરાષ્ટ્રીય સ્તર પર છેલ્લા ચાર વર્ષની અંદરના પોતાના પ્રદર્શનના આધાર પર આપવામાં આવે છે. આ પુરસ્કારની સ્થાપના પૂર્વ વડાપ્રધાનની યાદમાં વર્ષે 1991-92માં કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ જાપાનઃ પેરાલિમ્પિક્સમાં કવૉલીફાઈ થનાર ભાવિના પટેલ, સોનલ પટેલ અને કોચ લાલન દોશી સાથે ETV Bharatનો Exclusive interview

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.