- એશિયન રોઇંગ ચેમ્પિયનશિપમાં ભારતે ગોલ્ડ અને સિલ્વર જીત્યો મેડલ
- અર્જુન લાલે ટોક્યો ઓલિમ્પિક ગેમ્સમાં 11મું સ્થાન મેળવ્યું હતું
- ઉઝબેકિસ્તાનના રોવરે 7:56.307ના સમય સાથે ગોલ્ડ મેડલ જીત્યો
થાઇલેન્ડ: અર્જુન લાલ જાટ અને રવિની મેન્સ ડબલ્સ જોડીએ શનિવારે 2021 એશિયન રોઇંગ ચેમ્પિયનશિપમાં (Asian Rowing Championship 2021 )સિંગલ્સ સ્કલ્સમાં ગોલ્ડ(Gold in singles sculls) અને પરમિંદર સિંહે સિલ્વર (Indian athletes won gold and silver medals ) જીત્યો હતો. તાજેતરમાં જ અર્જુન લાલે ટોક્યો ઓલિમ્પિક(Tokyo Olympics ) ગેમ્સમાં 11મું સ્થાન મેળવ્યું હતું.
ઝહારેવને બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો
ડબલ સ્કલ્સ ફાઇનલમાં, ભારતના અર્જુન લાલ અને રવિએ પ્રથમ( India's Arjun Lal and Ravi first)સ્થાને 6:57,383 મિનિટમાં સમાપ્તિ રેખા પાર કરી હતી. તેણે સિલ્વર મેડલ મેળવનાર ચીનના ઝાંગ લી કિંગ અને લુ ટિંગ (7:02.357) અને ઉઝબેકિસ્તાનના એમ. ડેવરોનોવ અને એ. ઝહારેવ (7:07.734) ને બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો.
ઈન્ડોનેશિયાના મેમોએ 8:20.55ના સમય સાથે બ્રોન્ઝ મેળવ્યો
પરમિન્દર સિંઘે ઉઝબેકિસ્તાનના શાખબોજ ખુલ્મુર્જેવને પાછળ રાખી 8:07.323ના સમય સાથે મેન્સ સિંગલ સ્કલ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો. આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં પરમિન્દરનો આ પહેલો મેડલ હતો. ઉઝબેકિસ્તાનના રોવરે 7:56.307ના સમય સાથે ગોલ્ડ મેડલ જીત્યો, જ્યારે ઈન્ડોનેશિયાના મેમોએ 8:20.55ના સમય સાથે બ્રોન્ઝ મેળવ્યો.
રવિવારે ચેમ્પિયનશિપનો છેલ્લો દિવસ
ભારતને ઓલિમ્પિયન અરવિંદ સિંઘ પાસેથી લાઇટવેઇટ સિંગલ્સ સ્કલ્સ અને મેન્સ કોક્સલેસ ક્વાડ્રપલ સ્કલ્સમાં મેડલ જીતવાની અપેક્ષા છે. કારણ કે તેઓ ફાઇનલમાં પણ રહી ચૂક્યા છે, રવિવારે ચેમ્પિયનશિપનો છેલ્લો દિવસ છે.
આ પણ વાંચોઃ India 2019 World Cup : 2019 વર્લ્ડ કપમાં પસંદગી ખૂબ જ આશ્ચર્યજનક હતી: રવિ શાસ્ત્રી
આ પણ વાંચોઃ Beijin 2022 Winter Olympics:રશિયા પણ વિન્ટર ઓલિમ્પિકમાં ROC તરીકે ભાગ લેશે