ETV Bharat / sports

Asian Champions Trophy Chennai 2023: આ દિવસથી શરૂ થશે ચેમ્પિયન્સ ટ્રોફી, જાણો કોની સાથે થશે ભારતનો પ્રથમ મુકાબલો - हीरो एशियाई चैम्पियंस ट्रॉफी 2023

3 ઓગસ્ટથી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી હોકી 2023ની શરૂઆત થવા જઈ રહી છે. આ હોકી ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં ભારતીય ટીમનો સામનો ચીન સાથે થશે. સેમી ફાઈનલ 11 ઓગસ્ટે અને ફાઈનલ 12 ઓગસ્ટે રમાશે.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Jun 20, 2023, 3:14 PM IST

ચેન્નાઈ: એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2023 હોકી ટુર્નામેન્ટ 3 થી 12 ઓગસ્ટ દરમિયાન ચેન્નાઈમાં યોજાશે. આ ટુર્નામેન્ટની પ્રથમ મેચ ભારતીય પુરુષ હોકી ટીમ અને ચીનની પુરુષ હોકી ટીમ વચ્ચે રમાશે. એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીના યજમાન ભારત અને ચીન મેજર રાધાકૃષ્ણન હોકી સ્ટેડિયમમાં પ્રથમ દિવસની છેલ્લી મેચમાં સામસામે ટકરાશે.

ભારતના આગામી મુકાબલો: ચીન બાદ ભારત 4 ઓગસ્ટે જાપાન સામે ટકરાશે. આ પછી 6 ઓગસ્ટે ભારતનો મુકાબલો મલેશિયા સાથે થશે. તેના એક દિવસ બાદ ભારત અને કોરિયા વચ્ચે ટક્કર થશે. એશિયન હોકી ફેડરેશને 20 જૂન મંગળવારના રોજ ટુર્નામેન્ટનું શેડ્યૂલ જાહેર કર્યું છે.

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ: ભારતીય હોકી ટીમ અને પાકિસ્તાનની હોકી ટીમ 9 ઓગસ્ટે સામસામે ટકરાશે. 6 ટીમોની ટૂર્નામેન્ટમાં દક્ષિણ કોરિયા, મલેશિયા, પાકિસ્તાન, જાપાન, ચીન અને ભારત સામેલ થશે. તમામ ટીમો એક જ પૂલમાં છે અને તેમની સ્થિતિ પોઈન્ટ ટેબલના આધારે નક્કી કરવામાં આવશે. ડિફેન્ડિંગ ચેમ્પિયન કોરિયા પ્રથમ મેચમાં જાપાન સામે ટકરાશે. એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની સેમી ફાઈનલ 11 ઓગસ્ટે અને ફાઈનલ 12 ઓગસ્ટે રમાશે.

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2023નું આયોજન: ભારત (2011, 2016, 2018) અને પાકિસ્તાન (2012, 2013, 2018) 3-3 વખત ખિતાબ જીતી ચૂક્યા છે. હોકી ઈન્ડિયાના પ્રમુખ દિલીપ તિર્કીએ કહ્યું કે, 'અમે ચેન્નાઈમાં હીરો એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2023નું આયોજન કરીને ખૂબ જ ખુશ છીએ. હું ઈચ્છું છું કે, ભારતીય ટીમ ટોચ પર રહે અને બાકીની ટીમોએ પણ સારું પ્રદર્શન કરવું જોઈએ.

આ પણ વાંચો:

  1. PHL 2023 : કોચ ગેહલાવતનો દાવો, કહ્યું- મહારાષ્ટ્રના આયર્નમેન ખેલાડીઓમાં નિયમિત રમવાની ક્ષમતા છે
  2. Wrestlers Protest: બબીતા ​​ફોગાટ અને સાક્ષી મલિક વચ્ચે ટ્વીટર વૉર, બબીતા ફોગટે કહ્યું - સાક્ષી મલિક કોંગ્રેસની કઠપૂતળી છે
  3. Javed Miandad: જાવેદ મિયાંદાદે ભારતીય ક્રિકેટ સામે વેર્યું ઝેર, પાકિસ્તાનની ટીમને ભારતના પ્રવાસ પર રોક લગાવી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.