અમ્માન : ભારતીય મહિલા બોક્સર વિકાસ કૃષ્ણ પૂજા રાનીએ રમાઈ રહેલી એશિયા / ઓસનિયા ઓલ્મિપક ક્વોલીફાયરમાં મહિલા વર્ગની ક્વાર્ટર ફાઈનલમાં જીત મેળવી છે. આગામી ટોક્યો ઓલ્મિકનો કોટા જીત્યો છે.
એશિયાઈ ચેમ્પિયન પૂજાએ મહિલાની 75 કિલો મુકાબલામાં થાઈલેન્ડની પોમ્નીપા ક્યૂટીને 5-0થી હાર આપી સેમીફાઈનલમાં સ્થાન મેળવ્યું છે, સાથે બોક્સીંગમાં પ્રથમ ઓલ્મિપક કોટા મેળવ્યો છે.
પુજાએ આ જીત બાદ કહ્યું કે, હું ક્યારે પણ ક્યૂટી વિરુદ્ધ રમી ન હતી. સૌ મને કહ્યું કે, તું જા અને મુકાબલાનો સામનો કર, ત્યારબાદ મે મુકાબલા પર ધ્યાન આપ્યું અને એકતરફી મેચમાં જીત મેળવી છે. ટોક્યો ઓલ્મિપક માટે ક્વોલિફાય કરી મને ખુબ સારું લાગી રહ્યું છે. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે. આ જીત મારી બધી જ મહિલાઓને સમર્પિત કરું છું અને શુભકામના પાઠવું છું. મારા સારા પ્રદર્શન માટે કોચનો પણ આભાર માનું છું.
રાનીનો સામનો હવે એશિયાઈ ચેમ્પિયન ચીનની લિ કિયાન સામે થશે. કિયાને 2 દિવસ પહેલા મંગોલિયાની મ્યાગમારજારગલ મુંખબાટને 5-0થી હાર આપી છે. વિકાસ ત્રીજી વખત ઓલ્મિપક કોટા પ્રાપ્ત કરવામાં સફળ રહ્યો છે. તે ટોક્યો ઓલ્મિપક માટે કોટા મેળવનાર ભારતનો પ્રથમ બોકસર બન્યો છે.
આ પહેલા વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ વિજેતા ભારતીય બોક્સર અમિત પંધલને એશિયા / ઓસનિયા ઓલ્મિપક ક્વોલીફાયરના પુરૂષના 52 કિલોગ્રામ ભાર વર્ગના ક્વાર્ટર ફાઈનલમાં જગ્યા બનાવી છે.
પ્રથમ રાઉન્ડ બાય મેળવનાર અમિતને 52 કિલોના બીજા રાઉન્ડમાં મંગોલિયાની ઈનખામાનદાખ ખારખુને એક મુકાબલામાં 3-2થી હાર આપી છે. અમિત હવે ઓલ્મિપક કોટા પ્રાપ્ત કરવા માત્ર એક જીતથી દુર છે.