ક્લબના મેનેજરે ફ્રેંક લૈંપડે કહ્યું કે, અર્જુન કપૂરે પોતાને ચેલ્સી પરિવારમાં સામેલ કરી અમે બહુ ખુશ છું. તે પ્રતિભાશાળી એક્ટર છે અને તેનું વ્યક્તિત્વ શાનદાર છે. તે ક્લબને ખુબ જ પ્રેમ કરે છે.
ક્લબના મેનેજરે વધુમાં કહ્યું કે, અર્જુનના જૂનુનને સ્ક્રિન પર પ્રદર્શન કરે છે. કારણ કે, તેઓ અમારા બ્રાન્ડ ન્યૂ ડિઝિટલ ફેન્ડ શો. આઉટ ઓફ ધ બ્લૂ વિધ અર્જૂન કપૂર હોસ્ટ કરવાના છે.
અર્જુન ક્લબથી જોડાઈને ખુશ છે. અર્જુન કપુરે ટ્વીટ કરીને કહ્યું કે, અધિકારિક રીતે ચેલ્સી એફસીએ મને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો છે. વિશ્વાસ કરવાનો ના છોડો. કારણ કે, સપના પૂરા થાય છે. તે એક અલગ એહસાસ છે. હું જણાવી નથી શક્તો કે, હું કેટલી ખુશી અને ગર્વ અનુભવુ છું.
અભિનેતાએ જણાવ્યું કે, પેશનની સાથે ક્લબને ફોલો કરું છું. તેમની જીતથી ખુશી વ્યક્ત કરુ છું અને જ્યારે હારે તો દુખી પણ થાવ છું. એક ફેન તરીકે મને આ અધિકાર મળવાથી ખુશી થઈ રહી છે. દુનિયામાં આ ક્લબને ભારત માટે પ્રિતિનિધિત્વ કરું છું.