- એર ઈન્ડિયાએ પોતાના સ્ટાફના બચાવમાં આપ્યું નિવેદન
- સીસીટીવી કેમેરામાં દુર્વ્યવહારનો કોઈ મામલો કેદ નથી થયોઃ એર ઇન્ડિયા
- કોઈ પણ કર્મચારીએ ભાકર સાથે દુર્વ્યવહાર નથી કર્યોઃ એર ઇન્ડિયા
નવી દિલ્હીઃ એર ઇન્ડિયાએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, અમારા કર્મચારી મનોજ ગુપ્તા આખો દિવસ કાઉન્ટર પર હતા. તેમણે કોઈ પણ સમયે ભાકર સાથે દુર્વ્યવહાર નથી કર્યો. અહીં સીસીટીવી ફૂટેજ પણ છે. તેમાં બધુ જોઈ શકાય છે. એટલે દુર્વ્યવહારનો મામલો જ ઊભો નથી થતો. આ સાથે જ સીસીટીવી ફૂટેજમાં ઘૂસ લેવાનો અને મોબાઈલ ઝૂંટવી લેવાના આરોપને પણ ખોટા સાબિત થઈ રહ્યા છે.