ETV Bharat / sports

બિશ્વામિત્ર સહિત 4 ભારતીય બોક્સર એશિયાઈ યુવા અને જૂનિયર બોક્સિંગની સેમિફાઈનલમાં પહોંચ્યા - આદિત્ય સંધુ

દુબઈમાં એએસબીસી યુવા અને જૂનિયર બોક્સિંગ ચેમ્પિયનશિપ (ASBC Youth and Junior Boxing Championships) ચાલી રહી છે. ત્યારે ભારતના બિશ્વામિત્ર ચોંગથામ (51 કિલો) સહિત ભારતના ચાર બોક્સરે રવિવારે આ ચેમ્પિયનશિપની સેમિફાઈનલમાં જગ્યા બનાવી મેડલ પાક્કા કરી લીધા છે.

બિશ્વામિત્ર સહિત 4 ભારતીય બોક્સર એશિયાઈ યુવા અને જૂનિયર બોક્સિંગની સેમિફાઈનલમાં પહોંચ્યા

author img

By

Published : Aug 23, 2021, 9:19 AM IST

  • દુબઈમાં એએસબીસી યુવા અને જૂનિયર બોક્સિંગ ચેમ્પિયનશિપ (ASBC Youth and Junior Boxing Championships)નું આયોજન
  • ભારતના બિશ્વામિત્ર ચોંગથામ (51 કિલો) સહિત ભારતના 4 બોક્સરે રવિવારે આ ચેમ્પિયનશિપની સેમિફાઈનલમાં જગ્યા બનાવી મેડલ પાક્કા કર્યા
  • આ ચેમ્પિયનશિપના બ્રોન્ડ મેડલ વિજેતા બિશ્વામિત્રએ એકતરફી મેચમાં કઝાકિસ્તાનના કેન્ઝે મુરાતુલને 5-0થી હરાવ્યો

નવી દિલ્હીઃ દુબઈમાં એએસબીસી યુવા અને જૂનિયર બોક્સિંગ ચેમ્પિયનશિપ (ASBC Youth and Junior Boxing Championships) ચાલી રહી છે. ત્યારે ભારતના બિશ્વામિત્ર ચોંગથામ (51 કિલો) સહિત ભારતના ચાર બોક્સરે રવિવારે આ ચેમ્પિયનશિપની સેમિફાઈનલમાં જગ્યા બનાવી મેડલ પાક્કા કરી લીધા છે. આ ચેમ્પિયનશિપના બ્રોન્ડ મેડલ વિજેતા બિશ્વામિત્રએ એકતરફી મેચમાં કઝાકિસ્તાનના કેન્ઝે મુરાતુલને 5-0થી હરાવી દીધો હતો.

આ પણ વાંચો- નાથન એલિસ બાકી રહેલી IPL મેચ પંજાબ કિંગ્સ માટે રમશે

દિપકે ઈરાકના બોક્સર પર શરૂઆતથી જ દબદબો બનાવ્યો હતો

અભિમન્યુ લોરા (92 કિલો), દિપક (75 કિલો) અને પ્રીતિ (57 કિલો) પણ સેમિફાઈનલમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યા છે. મિડલવેટ ક્વાર્ટર ફાઈનલમાં દિપકે ઈરાકના ઘુર્ગામ કરીમ સામે શરૂઆતથી જ દબદબો બનાવ્યો હતો. તો ત્રીજા તબક્કામાં દિપકે કરીમ પર અનેક મુક્કા વરસાવ્યા હતા, જેનાથી રેફરીને મેચ રોકવી પડી હતી.

આ પણ વાંચો- તાલિબાનના કબજા બાદ પણ પાકિસ્તાન સાથે ક્રિકેટ સીરીઝ રમશે અફઘાનિસ્તાન

હરિયાણાના અભિમન્યુએ અંતિમ 4માં જગ્યા બનાવી

રાષ્ટ્રીય ચેમ્પિયન હરિયાણાના અભિમન્યુએ પણ એકતરફી મેચમાં કિર્ગિસ્તાનના તેનિબેકોવ સંજારને મ્હાત આપીને અંતિમ 4માં જગ્યા બનાવી હતી. રેફરીએ બીજા તબક્કામાં જ મેચ રોકીને અભિમન્યુને વિજેતા જાહેર કર્યો હતો. તો મહિલા વર્ગમાં પ્રીતિએ બીજા તબક્કાની મેચમાં મંગોલિયાની તુગ્સજારગલ નોમિનને હરાવીને સેમિફાઈનલમાં જગ્યા બનાવી હતી. પ્રીતિએ દબદબાને જોતા રેફરીએ મેચ વચ્ચે જ રોકી તેને વિજેતા જાહેર કરી હતી.

ચેમ્પિયનશિપમાં આદિત્ય સંધુ પહેલો ખેલાડી જેણે મ્હાત ખાધી

બીજી તરફ આદિત્ય સંધુ (86 કિલો) બીજા દિવસે મ્હાત ખાનારો એક માત્ર ભારતીય બોક્સર રહ્યા. તેમણે ક્વાર્ટર ફાઈનલમાં કઝાકિસ્તાન તેમરલાન મુકાતાયેવના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. તો ત્રીજા દિવસે છ ભારતીય બોક્સર પડકારશે. કૃષ પાલ (46 કિલો), આશિષ (54 કિલો), અંશુલ (57 કિલો), પ્રીત મલિક (63 કિલો) અને ભરત જૂન (81 કિલોથી વધુ) ક્વાર્ટર ફાઈનલમાં ઉતરશે. જ્યારે ગૌરવ સૈની (70 કિલો) સેમિફાઈનલમાં પડકાર આપશે.

બોક્સર્સને કોરોના મહામારીના કારણે 2 વર્ષ પછી કોઈ ટૂર્નામેન્ટમાં ભાગ લેવાની તક મળી

વર્તમાન એશિયાઈ ચેમ્પિયનશિપમાં એશિયાઈ સ્તર પર ઉભરતા યુવા પ્રતિભાશાળી બોક્સરને મહામારીના કારણે લગભગ 2 વર્ષ પછી પ્રતિસ્પર્ધી ટૂર્નામેન્ટમાં ભાગ લેવાની તક મળી છે. યુવા આયુ વર્ગના ગોલ્ડ મેડલ વિજેતાને 6,000 ડોલર, જ્યારે સિલ્વર અને બ્રોન્ઝ મેડલ વિજેતાઓને ક્રમશઃ 3,000 અને 1,000 ડોલર મળશે. જ્યારે જૂનિયર ચેમ્પિયનશિપના ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ડ મેડલ વિજેતાઓને ક્રમશઃ 4,000, 2,000 અને 1,000 ડોલર મળશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.