વોશિંગ્ટન: ઇન્ટરનેશનલ પેરાલિમ્પિક કમિટીએ સોમવારે જણાવ્યું હતું કે, યુક્રેન પેરાલિમ્પિક ટીમ (Ukraine Paralympic Teamના 20 ખેલાડીઓમાંથી એક પણ આ સપ્તાહના અંતમાં શરૂ થઈ રહેલા વિન્ટર પેરાલિમ્પિક ગેમ્સ (Winter Paralympic Games ) માટે બેઇજિંગ પહોંચ્યો નથી. IPC (International Paralympic Committee )ના પ્રવક્તા ક્રેગ સ્પેન્સે એપીને એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, તેઓ અપેક્ષા રાખે છે કે, ખેલાડીઓ શુક્રવારના ઉદ્ઘાટન સમારોહ માટે ચીન પહોંચશે. જોકે, સુરક્ષાની ચિંતાઓ અને યુક્રેન પર રશિયાના હુમલાને કારણે ખેલાડીઓ આવશે કે કેમ, તે કહેવાનો ઇનકાર કર્યો હતો.
આ પણ વાંચો: યુક્રેનના માથે વધુ એક આફત: WHOની ચેતવણી, માત્ર 24 કલાક ચાલે એટલુ જ મેડિકલ ઓક્સિજન
"અમે યુક્રેન સાથે ગેમ્સમાં પ્રતિનિધિત્વ અંગે સતત વાત કરી રહ્યા છીએ અને અમે તેમને અહીં લાવવા માટે પડદા પાછળ સખત મહેનત કરી રહ્યા છીએ," સ્પેન્સે કહ્યું. સ્પેન્સે કહ્યું કે યુક્રેનની રાજધાની કિવથી કોઈ ફ્લાઈટ નથી. એટલું જ નહીં, પેરાલિમ્પિક્સ અને તાજેતરમાં સમાપ્ત થયેલા ઓલિમ્પિક્સ માટે ચીન આવવા માટે માત્ર અમુક પસંદગીના એરપોર્ટ પરથી ફ્લાઇટ્સ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
આ પણ વાંચો: Sara ali Khan in Morbi: ફિલ્મના શૂટિંગ માટે સારાઅલી ખાન સહિતની સ્ટારકાસ્ટ પહોંચી મોરબી, જુઓ પહેલી ઝલક