નવી દિલ્હીઃ કોરોના વાઈરસને ડામવા માટે ચાલતી લડતમાં ભારતના યુવા ખેલાડી અર્જુન ભાટીએ મદદનો હાથ લબાંવ્યો છે. તેને વડાપ્રધાન રાહત ફંડમાં 4.30 લાખ રૂપિયાની મદદ કરી પોતાની ફરજ નિભાવી છે.
અર્જુન ભાટીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, છેલ્લા આઠ વર્ષથી તેણે દેશ-વિદેશમાં જીતી મેળવેલી 102 ટ્રૉફીને 102ને લોકોને આપીને જે પૈસા ભેગા કર્યા હતા. તે વડાપ્રધાન રાહત ફંડમાં જમા કરાવ્યા છે.
આ ટ્વીટ બાદ વડાપ્રધાને રિટ્વીટ કરતાં લખ્યું હતું કે, દેશવાસિયોની આ ભાવના દેશને કોરોના નામના જોખમ સામે ટકવા માટેનું બળ આપે છે.
નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા અર્જુનની દાદીએ પોતાનું એક વર્ષનું પેન્શન વડાપ્રધાન રાહત ફંડમાં દાન કર્યુ હોવાનું જણાવ્યું હતું.
આ અંગે જાણકારી આપતાં અર્જુનની દાદી ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્યું હતું કે, દેશેે અર્જુનની ખૂબ મદદ કરી છે. તેના દાદા પણ સેનામાં હતા. 2005થી તેમને પેન્શન મળે છે. જો દેશ તેમના માટે આટલી દરકાર કરતો હોય તો તેમની પણ ફરજ બને છે કે, તેઓ પણ દેશની બનતી મદદ કરે.
ઉલ્લેખનીય છે કે, અર્જુને 2019માં કેલિર્ફોનિયામાં જૂનિયર વર્લ્ડ ચેમ્પનિયશિપમાં જીત મેળવી હતી. ત્યારબાદ તાઈવાનમાં પણ જેરેમી ચેન નામના ખેલાડીને હરાવીની જીત પોતાને નામ કરી હતી.
અર્જુન વિશે વાત કરીએ તો, તેણે અત્યાર સુધી 150 ગોલ્ફ ટૂર્નામેન્ટમાં ભાગ લીઘો હતો. આ પહેલા તેણે 2016માં અંડર-12માં અને 2018માં અંડર-14માં ગોલ્ફ ચેમ્પિયનશિપમાં જીત મેળવી હતી.