ETV Bharat / sports

બ્રિટનને 3-2થી હરાવીને ભારતે યુરોપ પ્રવાસમાં વિજયી વાવટા ફરકાવ્યા - James Goal

ભારતીય હોકી ટીમે વિજયી વાવટા ફરકાવીને પોતાની યુરોપ પ્રવાસ સફળ બનાવ્યો છે. મનદીપ સિંહ દ્વારા 59મી મિનિટે કરવામાં આવેલા ગોલના કારણે ભારતીય પુરુષ હોકી ટીમે સોમવારે અહીં બ્રિટનને 3-2થી હરાવીને પોતાનો યુરોપ પ્રવાસ વિજયી રીતે પૂર્ણ કર્યો છે. બ્રિટન માટે જેમ્સ ગોલે 20મી અને સ્ટ્રાઈકર એડમ ફોરસ્ટીએ 55મી મિનિટે ગોલ કર્યો હતો.

બ્રિટનને 3-2થી હરાવીને ભારતે યુરોપ પ્રવાસમાં વિજયી વાવટા ફરકાવ્યા

author img

By

Published : Mar 9, 2021, 9:08 AM IST

  • ભારતીય હોકી ટીમે યુરોપ પ્રવાસમાં બ્રિટનની ટીમને ધૂળ ચટાડી
  • કેપ્ટન શ્રીજેશ અને વાઈસ કેપ્ટન હરમનપ્રીતનો અંદાજ રહ્યો આક્રમક
  • બીજા મુકાબલામાં 1-1થી ડ્રો રહેલી મેચને ભારતે જીતમાં પરિવર્તિત કરી

બેલ્જિયમઃ મનદીપ સિંહ દ્વારા 59મી મિનિટે કરવામાં આવેલા ગોલના કારણે ભારતીય પુરુષ હોકી ટીમે સોમવારે અહીં બ્રિટનને 3-2થી હરાવીને પોતાનો યુરોપ પ્રવાસ વિજયી રીતે પૂર્ણ કર્યો છે. હરમનપ્રીત સિંહે પહેલી જ મિનિટમાં ગોલ કરીને ભારતનું ખાતું ખોલી દીધું હતું. જોકે, મનદીપે 28મી અને પછી 59મી મિનિટે ગોલ કરીને ટીમની જીત નિશ્ચિત કરી દીધી.

આ પણ વાંચોઃ IPL નો કાર્યક્રમ જાહેર, યુવાનો 'નરેન્દ્ર મોદી' સ્ટેડીયમમાં IPL ની મેચ જોવા ઉત્સુક

કેપ્ટન શ્રીજેશે ટીમને પાછળ જતા રોકી લીધી

આની પહેલાના મુકાબલામાં સિમરનજીત સિંહના ગોલથી ભારતે બ્રિટનને 1-1થી ડ્રો પર રોકી દીધું હતું. જ્યારે જર્મની સામે પીઆર શ્રીજેશની આગેવાનીવાળી ટીમે પહેલા મુકાબલામાં 6-1ની જીત નોંધાવી અને બીજા મુકાબલામાં 1-1થી ડ્રો રહી હતી. ભારતીય ટીમ પહેલા ક્વાર્ટરમાં લીડ કરવામાં સફળ રહી હતી. બ્રિટને બીજા ક્વાર્ટરમાં જોકે સ્કોરને 1-1થી બરાબર કરી દીધો હતો. મેચની 20મી મિનિટમાં મીડ ફિલ્ડર ગોલે મેદાની ગોલ કરીને ટીમનું ખાતું ખોલ્યું હતું. આ ગોલ પછી ભારતીય ટીમ થોડા દબાણમાં આવી ગઈ હતી. બ્રિટન પેનલ્ટી કોર્નર મેળવવામાં સફળ રહ્યું હતું. કેપ્ટન શ્રીજેશે બચાવ કરીને ટીમને પાછળ જતા રોકી હતી.

મનદીપે પેનલ્ટી કોર્નરમાં રિબાઉન્ડ પર ગોલ કરી ટીમને લીડ અપાવી

ભારતીય ટીમે સોમવારે અહીં આક્રમક શરૂઆત કરતા પહેલી મિનિટમાં જ પેનલ્ટી કોર્નર મેળવવામાં સફળ રહી હતી જ્યારે વાઈસ કેપ્ટન હરમનપ્રીતે તે ગોલમાં ફેરવીને શરૂઆતમાં જ લીડ મેળવી લીધી હતી. મનદીપે ત્યારબાદ 28મી મિનિટમાં પેનલ્ટી કોર્નરના રિબાઉન્ડ પર ગોલ કરીને ટીમને ફરી એક વાર લીડ અપાવી હતી. ભારતે એક ગોલના વધારા થયા બાદ ત્રીજા ક્વાર્ટરમાં આક્રમક શરૂઆત કરી હતી. ખેલાડી 5 વાર બ્રિટનના સર્કલમાં પહોંચવામાં સફળ રહ્યા હતા, પરંતુ તે ગોલમાં ના ફેરવી શક્યા.

આ પણ વાંચોઃ બે ભારતીય બોલરોનું 59 વિકેટ લેવું એ જ દર્શાવે છે કે કેટલી અઘરી હતી આ સિરીઝઃ ઈંગ્લેન્ડના કોચ

મનદીપના ગોલથી ભારતીય ટીમે મેચ પોતાના નામે કરી

ચોથા ક્વાર્ટરમાં ભારતીય ટીમનો દબદબો હતો, પરંતુ 55મી મિનિટમાં ફોરસ્ટીએ ગોલ કરીને સ્કોર 2-2થી બરાબર કરી દીધો. છેલ્લી કેટલીક મિનિટોમાં બંને ટીમ વચ્ચે આક્રમક મુકાબલો થયો હતો, પરંતુ સિટીથી પહેલા મનદીપના ગોલથી ભારતીય ટીમ મેચ પોતાના નામે કરવામાં સફળ રહી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.