ETV Bharat / sports

ચંડીગઢમાં સાંજે 5 કલાકે હોકી લિજેન્ડ બલબીર સિંહના અંતિમ સંસ્કાર કરાશે - Hockey icon

ઓલિમ્પિક સુવર્ણચંદ્રક વિજેતા દિગ્ગજ હોકી ખેલાડી બલબીર સિંહ સિનિયરનું 95 વર્ષની ઉંમરે મોહાલી ખાતે સોમવારે અવસાન થયું હતું. બલબીર સિંહ સિનિયરના અંતિમ સંસ્કાર ચંદીગઢ સેક્ટર-25ના સ્મશાનગૃહમાં કરવામાં આવશે.

etv bharat
etv bharat
author img

By

Published : May 25, 2020, 11:54 AM IST

Updated : May 25, 2020, 12:59 PM IST

ચંદીગઢ: દિગ્ગજ હોકી ખેલાડી અને ગોલ મશીન તરીકે જાણીતા પદ્મશ્રી બલબીર સિંહ સિનિયરનું સોમવાર સવારે નિધન થયું હતું. બલબીર સિંહ સિનિયર 95 વર્ષના હતા. શ્વાસ લેવામાં તકલીફ હોવાની ફરિયાદને કારણે તેમને મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. છેલ્લા 15 દિવસથી તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. જ્યાં તેમણે સોમવારે સવારે 6.17 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા.

બલબીર સિંહ સિનિયર તેમના પુત્રી સાથે ચંદીગઢ સેક્ટર-36માં રહેતા હતા. જ્યાં તેમનું અવસાન થયું છે. તેમના અંતિમ સંસ્કાર સેકટર-25ના સ્મશાનગૃહમાં સાંજે 5 કલાકે કરવામાં આવશે. હોકીમાં તેમના નોંધપાત્ર યોગદાન માટે હંમેશા યાદ કરવામાં આવશે.

  • Padma Shri Balbir Singh Sr. Ji will be remembered for his memorable sporting performances. He brought home lots of pride and laurels. Undoubtedly a brilliant hockey player, he also made a mark as a great mentor. Pained by his demise. Condolences to his family and well wishers.

    — Narendra Modi (@narendramodi) May 25, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ભારતે હોકી ઓલિમ્પિક લંડન (1948), હેલસિંકી (1952) અને મેલબોર્ન (1956)માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. બલબીર સિંહ આ ટીમનો ભાગ હતા. તેમને હોકીમાં નોંધપાત્ર યોગદાન આપવા બદલ પદ્મશ્રી એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, બલબીર સિંહ સિનિયરને 3 પુત્રો અને એક પુત્રી છે. તેઓ તેમની પુત્રી સાથે રહેતા હતા, જ્યારે ત્રણેય પુત્રો વિદેશમાં રહે છે.

Last Updated : May 25, 2020, 12:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.