નવી દિલ્હી: સ્ટ્રાઇકર મનદીપસિંહ બાદ કોરોના વાઇરસ પોઝિટિવ આવેલા પાંચ અન્ય હોકી ખેલાડીઓને પણ સાવચેતીના પગલા તરીકે બેંગલુરૂની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ભારતીય ખેલ પ્રાધિકરણ (સાઇ)એ બુધવારે આ માહિતી આપી હતી. મનદીપમાં આ બિમારીના લક્ષણો દેખાયો નહોતા, પરંતુ લોહીમાં ઓક્સિનનનું સ્તર ઘટતા તેને સોમવારે રાત્રે એસએસ સ્પર્શ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
![Sports Authority of India](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8387958_dba96d5a-950c-4d34-a2de-8b58c79e4c14.jpg)
ટીમના પાંચ સાથીઓને પણ મંગળવારે આ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સાઇએ કહ્યું કે, ભારતીય ખેલ પ્રાધિકરણે પાંચ અન્ય ખેલાડીઓની સાવચેતી માટે તેમને એસએસ સ્પર્શ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 20 ઓગષ્ટથી શરૂ થનાર રાષ્ટ્રીય શિબિર માટે ગયા સપ્તાહે બેગલુરૂ પહોંચેલી ભારતીય ટીમના 6 ખેલાડીઓ કોરોના વાઇરસ પોઝિટિવ આવ્યા હતાં. આ 6 ખેલાડીઓમાં કપ્તાન મનપ્રિત સિંહ, સ્ટ્રાઇકર મનદીપ સિંહ, ડિફેન્ડર સુરેન્દર કુમાર અને જસકરણસિંહ, વરૂણ કુમાર અને ગોલકીપર કૃષ્ણ બહાદૂર પાઠક સામેલ છે.
![Sports Authority of India](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8387958_mandeep-singh_1208newsroom_1597208157_751.jpg)
સાઇએ જણાવ્યું કે, ખેલાડીઓને હોસ્પિટલમાં દાખલ કરવાનો આ નિર્ણય તો માટે લેવામાં આવ્યો કે, સમયસર તેની દેખભાળ કરી શકાય તેમજ તેમને શ્રેષ્ઠ ઉપચાર મળી શકે. હાલ 6 ખેલાડીઓનું સ્વાસ્થ્ય સારૂ છે. સાઇના જણાવ્યા અનુસાર પૂરી સંભાવના છે કે, એક મહિનાના બ્રેક બાદ દેશના વિભિન્ન ભાગમાં બેગ્લુરૂની યાત્રા દરમિયાન ખેલાડીઓ સંક્રમિત થયાં છે. ખેલાડીઓની દિવસમાં ચાર વખત તપાસ કરવામાં આવે છે. બધી મહિલા ખેલાડી નેગેટિવ આવી છે. તેમજ ટ્રેનિંગ શરૂ થવાની રાહ જુએ છે.
![Sports Authority of India](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8387958_wxssquovuz-1539164870.jpg)
તમને જણાવી દઇએ કે, ખેલાડીઓનો રેપિડ ટેસ્ટ નેગેટિવ આવ્યો છે, પરંતુ મનપ્રીત અને સુરેન્દ્રમાં બાદમાં કોવિડ-19ના લક્ષણ જોવા મળ્યા હતાં. બાદમાં તેમની સાથે યાત્રા કરનાર 10 ખેલાડીઓનો ગુરૂવારે આરટી- પીસીઆર પરીક્ષણ કરવામાં આવ્યો હતો. જેમાં આ ચાર કોવિડ-19 પોઝિટિવ આવ્યા છે.