કોલકાતા: વિવેકાનંદ યુવા ભારતી ક્રીરાંગન તરીકે જાણીતા સોલ્ટ લેક સ્ટેડિયમમાં 9 જૂનના રોજ અફઘાનિસ્તાન સામે 2022 FIFA વર્લ્ડકપની એશિયન ક્વોલિફાયર મેચ યોજાશે. એશિયન ક્વોલિફાયર્સના ગ્રુપ-Eમાં ચોથા સ્થાને રહેલી ભારતે બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન સામે 1-1થી ડ્રો કરી હતી. જોકે, તેઓ બંને 1-2 અને 0-1થી ઓમાન સામે હારી ગયા હતાં.
ભારતીય ટીમને આવનારા રાઉન્ડમાં પહોંચવા માટે કતાર, બાગ્લાદેશ અને અફઘાનિસ્તાન સામેની ત્રણેય મેચ જીતવી જરૂરી છે.