EPLની બોર્નમાઉથ ક્લબનો ગોલકીપર કોરોના પોઝિટિવ થયો - કોરોના વાયરસ ટેસ્ટ પોઝિટિવ
આરોન રામસ્ડેલે કહ્યું કે, 'હું સંકોચમાં છું કે હું કોઈના પણ સંપર્કમાં આવ્યો નથી તો પણ કોરોનાનો શિકાર થઈ ગયો. મારામાં કોઈ લક્ષણો દેખાઈ નથી રહ્યાં, જેથી તંદુરસ્ત યુવાન ચોક્કસપણે કોરોનાથી ડરે અને ચિંતિત રહે.
લંડન: ઇંગ્લિશ પ્રીમિયર લીગ (ઇપીએલ) ક્લબ બોર્નમાઉથના ગોલકીપર એરોન રામસ્ડેલે કહ્યું છે કે, તાજેતરમાં મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં બાદ હું આઘાતની સ્થિતિમાં છું.
આ બાબત ત્યારે પ્રકાશમાં આવી છે, જ્યારે પ્રીમિયર લીગએ એક દિવસ પહેલા જ કહ્યું હતું કે, કોરોના વાઇરસથી ચેપગ્રસ્ત બે લોકોમાં તેમનો એક ખેલાડી પણ છે. 22 વર્ષીય રામસ્ડેલે બીજી પ્રીમિયર લીગનો ખેલાડી છે, જેને કોરોના વાયરસ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. આ પહેલાં વૉટફોર્ડના એડ્રિયન મરીયપ્પા કોરોનાનો શિકાર થયો હતો.
એક સમાચાર પત્રને રામસ્ડેલે કહ્યું કે, "મને આંચકોમાં લાગ્યો છે કે, હું કોઈના સંપર્કમાં આવ્યો નથી તો મને કોરોના થયો છે. મારામાં કોઈ લક્ષણો દેખાતા નથી, જેથી તંદુરસ્ત યુવાનોએ ચોક્કસ કોરોનાથી ડરવું જોઈએ અને ચિંતિત રહેવું જોઈએ. "