રિયો-ડી-જાનેરો: દુનિયામાં કોરોનાની મહામારી ફેલાઈ છે, ત્યારે ફૂટબૉલ સ્ટાર નેયમારે આર્થિક મદદ કરી છે. નેયમારે યુનાઈટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ (યુનિસેફ)ને અને બાકીનો ભાગ ચેરિટેબલ ફંડમાં આપ્યો છે. આ માટે નેયમારે કોવિડ-19 સામેની લડાતમાં 1 મિલિયન ડોલરનું દાન કર્યું છે.
પેરિસ સેન્ટ-જર્મન સ્ટાર, વિશ્વના ત્રીજા ક્રમાંકે સૌથી વધુ કમાણી કરનાર ફૂટબોલર નેયમારે યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ (યુનિસેફ)ને 1 મિલિયન ડોલર નાણાંનો એક ભાગ દાનમાં આપ્યો અને બાકીનો ભાગ ચેરિટેબલ ફંડમાં આપ્યો છે. જો કે, આ અંગે ચેરિટેબલ ટ્રસ્ટે કહ્યું કે, "અમે દાન અથવા રકમ વિશે ક્યારેય વાત કરતા નથી."
ગત સપ્તાહે નેયમાર એક વર્લ્ડ સર્ફિંગ ચેમ્પિયનમાં જરૂરિયાતમંદો માટે ભંડોળ આપવાની વાત કરી હતી. નેયમાર પેરિસ સેન્ટ, જર્મનમાં રહી એક મહિનામાં ત્રણ મિલિયન યુરો ($ 3.2 મિલિયન) કમાય છે.
બીજી તરફ કોરોના વાઇરસની અસર સ્પેનિશ ફૂટબોલ લીગ લા લીગા પર પણ પડી રહી છે. 12 માર્ચથી લીગના મુકાબલા થઈ રહ્યાં નથી. એવામાં આર્થિક સંકટથી ઝઝૂમી રહેલી ક્લબની મદદ માટે કપ્તાન લિયોનલ મેસી આગળ આવ્યો હતો. તેણે જાહેર કર્યું છે કે, ખેલાડીઓ 70 ટકા ઓછી સેલેરી લે. આમ કરવાથી ક્લબના કર્મચારીઓ અને બાકીના સ્ટાફને પૂરેપૂરો પગાર મળી રહેશે. મેસીએ પોતે સેલેરીમાં 360 કરોડ રૂપિયા ઓછા લેશે. તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ અંગે જાણકારી આપી હતી.