કોલકાત્તાઃ ભારતના બે પૂર્વ ફુટબોલ ક્લબ મોહોન બાગાન અને ઇસ્ટ બંગાલના વિદેશી ખેલાડી પોતાના દેશ જઇ શકશે. તેઓ પહેલા બસથી દિલ્હી પહોચશે અને ત્યાથી નેધરલેંડના અમ્સટરડમ માટે જશે. ભારતના બે જૂના કલ્બના વિદેશી ખેલાડીઓ લોકડાઉનના કારણે ભારતમાં ફસાયા હતા.
મળતી માહિતી પ્રમાણે કુલ 16 ખેલાડીઓ દિલ્હી માટે રવાના થશે, દરેક ચીજની વ્યવસ્થા એમ્બેસી દ્વારા કરવામાં આવી છે અને તેમને નેધરલેંડની વિશેષ વિમાન સેવામાં તેમને લઇ જવામાં આવશે. પશ્ચિમ બંગાળમાં પાંચ સ્પેનના લોકો છે, જેમાં ચાર ખેલાડીઓ છે.
પશ્ચિમ બંગાળના સ્પેનિશ કોચ મારિયો રિવેરાએ કહ્યું કે, મારો પરિવાર ખુશ છે કે હુ સ્પેન પરત ફરી રહ્યો છું. દરેક સારા છે અને રવિવારે સવારે રવાના થશે. મહત્વનું છે કે સફર લાંબી હશે પણ તે સિવાય કોઇ ઉપચાર પણ નથી. નહિંતર અહિંયા જ રહેવું પડશે.