હૈદરાબાદ: કોલકત્તાની ફ્રેન્ચાઇઝી ઇસ્ટ બંગાળને રવિવારે ઈન્ડિયન સુપર લીગ (આઈએસએલ)માં સ્થાન મળ્યું. તે આ લીગનો એક ભાગ છે અને 2020-21માં તેની ડેબ્યૂ સિઝન બનાવાશે. તે આઈએસએલમાં પ્રવેશ માટે 11મી ટીમ બની છે.
ફૂટબોલ સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ લિમિટેડ (એફએસડીએલ)ની અધ્યક્ષ નીતા અંબાણીએ ઐતિહાસિક ક્લબને આઈએસએલમાં આવકારી છે.
નીતા અંબાણીએ કહ્યું, "આ ખૂબ જ આનંદ અને ગૌરવની ક્ષણ છે કે, અમે પૂર્વ બંગાળ એફસી અને તેમના કરોડો ચાહકોને આઈએસએલમાં આવકાર આપી રહ્યા છીએ. વેસ્ટ બંગાળ અને મોહન બાગાન (હવે એટીકે મોહન બાગાન) ભારતીય ફૂટબોલમાં જોડાશે. ત્યાં અસંખ્ય તકો મળશે, ખાસ કરીને તે ખેલાડીઓ જે બંગાળના છે."
તેમણે વધુમાં કહ્યું કે, "પશ્ચિમ બંગાળએ ભારતની આ સુંદર રમતને મોટો વેગ આપ્યો છે. આ રાજ્યમાં આઇએસએલના પગલાથી દેશમાં ફૂટબોલને પ્રોત્સાહન મળશે."
નોંધપાત્ર વાત એ છે કે, ઈસ્ટ બંગાળથી આઈએસએલમાં સામેલ થયા પછી, એટીકે મોહન બાગાન સાથેની તેમની પ્રતિદ્દન્દિવતા જોવી રોમાંચક થશે.