- યુરોપિયન ફૂટબોલ ચેમ્પિયનશિપ 2024નો લોગો જાહેર
- બર્લિનના ઑલિમ્પિયા સ્ટેડિયમમાં આયોજિત કરવામાં આવ્યો કાર્યક્રમ
- લોગોમાં 55 સભ્ય દેશોના ધ્વજના રંગોને દર્શાવવામાં આવ્યા
બર્લિન: જર્મની (Germany)એ 2024માં થનારી યુરોપિયન ફૂટબોલ ચેમ્પિયનશિપ (European Football Championship)નો લોગો મંગળવારની રાત્રે એક કાર્યક્રમ દરમિયાન જાહેર કર્યો. બર્લિનના ઑલિમ્પિયા સ્ટેડિયમ (Olympiastadion Berlin)માં આયોજિત આ કાર્યક્રમમાં કેટલાક મહેમાન અને મીડિયા કર્મચારી જ બોલાવવામાં આવ્યા હતા.
55 સભ્ય દેશોના ધ્વજના રંગો દર્શાવવામાં આવ્યા
-
Lights, camera, action 🔦🤩#EURO2024 pic.twitter.com/a7OPmybv8z
— UEFA EURO 2024 (@EURO2024) October 5, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Lights, camera, action 🔦🤩#EURO2024 pic.twitter.com/a7OPmybv8z
— UEFA EURO 2024 (@EURO2024) October 5, 2021Lights, camera, action 🔦🤩#EURO2024 pic.twitter.com/a7OPmybv8z
— UEFA EURO 2024 (@EURO2024) October 5, 2021
ઉલ્લેખનીય છે કે આ પ્રતીક ચિન્હ હેનરી ડેલાઉને કપની રૂપરેખા છે, જેની બહાર ઑલિમ્પિયા સ્ટેડિયમની છતને અંડાકાર રીતે બતાવવામાં આવી છે. આમાં યુરોપિયન ફૂટબૉલ સંઘ યુએફામાં 55 સભ્ય દેશોના ધ્વજના રંગોને દર્શાવવામાં આવ્યા છે.
જર્મનીમાં રમાશે ટુર્નામેન્ટ
ટ્રોફીની ચારેય બાજુ 44 પટલ છે જે એ 24 ટીમોનું પ્રતિનિધિત્વ કરે છે, જે જર્મનીમાં થનારી ટુર્નામેન્ટમાં ભાગ લેશે. આ તક પર ટુર્નામેન્ટના તમામ 10 યજમાન શહેરો બર્લિન, કોલોન, ડોર્ટમંડ, ડુસેલડોર્ફ, ફ્રેંકફર્ટ, ગેલસનકેર્ચન, હેમ્બર્ગ, લીપજિંગ, મ્યુનિખ અને સ્ટુટગાર્ટના પ્રતીક ચિન્હ પણ જાહેર કરવામાં આવ્યા.
વર્ષ 2020માં યુરો કપની 60 વર્ષ પણ થયાં
-
UEFA EURO 2024 logo unveiled with a spectacular light show at the Olympiastadion in Berlin! 🙌#EURO2024 pic.twitter.com/9vo7RS5cfu
— UEFA EURO 2024 (@EURO2024) October 5, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">UEFA EURO 2024 logo unveiled with a spectacular light show at the Olympiastadion in Berlin! 🙌#EURO2024 pic.twitter.com/9vo7RS5cfu
— UEFA EURO 2024 (@EURO2024) October 5, 2021UEFA EURO 2024 logo unveiled with a spectacular light show at the Olympiastadion in Berlin! 🙌#EURO2024 pic.twitter.com/9vo7RS5cfu
— UEFA EURO 2024 (@EURO2024) October 5, 2021
યુરો કપ વર્ષ 1960માં શરૂ થયો હતો. વર્ષ 2020માં આના 60 વર્ષ પૂર્ણ થયા હતા, પરંતુ કોરોનાના કારણે ટુર્નામેન્ટને વર્ષ 2021 સુધી ટાળવી પડી. આવામાં 60 વર્ષ પૂર્ણ થયાનો ઉલ્લાસ અને આનાથી જોડાયેલી પરંપરાનું સન્માન કરવા માટે UEFAએ 2021માં થનારી ચેમ્પિયનશિપને પણ યુરો 2020નું જ નામ આપ્યું છે. ઇટાલીએ યુરો કપ 2020ની ફાઇનલમાં ઇંગ્લેન્ડને પેનલ્ટી શૂટઆઉટમાં 3-2થી હરાવીને 53 વર્ષ બાદ યુરોપિયન ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો હતો.
આ પણ વાંચો: રોમાંચક તબક્કામાં પ્રવેશી IPL-2021, આ 3 દિવસે નહીં રમાય એકપણ મેચ
આ પણ વાંચો: ભારતીય હોકી ટીમ 2022 બર્મિંગહામ CWG માંથી બહાર નીકળી ગઈ, આ કારણ આગળ મૂકવામાં આવ્યું