ન્યોન (સ્વિત્ઝર્લેન્ડ): નોર્વેના ફૂટબોલ એસોસિયેશને મંગળવારે જાહેરાત કરી છે કે, કોરોના વાયરસની વૈશ્વિક મહામારીને કારણે યુરોસ 2020 એક વર્ષ માટે, 2021 સુધી મુલતવી રાખવામાં આવી છે.
નોર્વેના ફૂટબોલ એસોસિયેશને ટ્વીટ કર્યું કે, “UEFAએ નક્કી કર્યું છે કે, યુરોસ 2021 સુધી મુલતવી રહેવી જોઇએ. તે આગામી વર્ષે 11 જૂનથી 11 જુલાઇની વચ્ચે રમાશે.” હકીકતમાં, યુરોસ આ વર્ષે 12 જૂનથી 12 જુલાઇની વચ્ચે રમાવાની હતી.
યુરોપિયન ફૂટબોલનું નિયમન કરતી સંસ્થાએ તેના સભ્ય એસોસિયેશનો અને યુરોપિયન ક્લબ એસોસિયેશનના બોર્ડ્સ અને યુરોપીયન લીગના પ્રતિનિધિઓ તેમજ FIFProના પ્રતિનિધિઓને વીડિયો કોન્ફરન્સ મીટિંગ માટે આમંત્રિત કર્યા હતા અને આ મીટિંગમાં યુરોસ મુલતવી રાખવાનો નિર્ણય લેવાયો છે.
આ નિર્ણયને પગલે નેશનલ લીગ્સ અને UEFA ચેમ્પિયન્સ લીગ અને યુરોપા લીગને પૂર્ણતા સુધી પહોંચવા માટે સમયગાળો ઉપલબ્ધ થશે. તે સભ્ય રાષ્ટ્ર અને બે વખત ચેમ્પિયન રહી ચૂકેલા ઇટાલીને ટૂર્નામેન્ટ માટે રિકવર થવા માટેનો સમય ઉપલબ્ધ કરાવે છે. ઇટાલી કોરોના વાયરસનો સૌથી વધુ ભોગ બનેલું છે જ્યાં છેલ્લા લગભગ 24 કલાકમાં 350થી વધુ લોકોના કોરોના વાયરસને કારણે મોત થયા છે.