ETV Bharat / sports

FIFAએ ક્લબ વર્લ્ડ કપની ટુર્નામેન્ટને સ્થગિત કરી - ફિફા કન્ફેડરેશન્સ વર્કિંગ ગ્રૂપ

કોરોના વાઇરસની મહામારી અંગેની સ્થિતિ પર દેખરેખ રાખવા માટે ફિફા-ફેડરેશન વર્કિંગ ગ્રૂપની રચના કરશે.

etv bharat
ક્લબ વર્લ્ડ કપ ટુર્નામેન્ટ
author img

By

Published : Mar 19, 2020, 2:31 PM IST

ઝુરિક: ફેડરેશન ઇન્ટરનેશનલ ડિ ફૂટબોલ એસોસિએશન (ફિફા)એ આગામી વર્ષે UEFA યૂરો કપ અને કોપા અમેરિકા સુચારૂ રીતે હાથ ધરી શકાય, તે માટે રિવેમ્પ કરાયેલા ક્લબ વર્લ્ડ કપની ઉદ્ઘાટનની એડિશનને પાછી ઠેલવામાં આવી છે.

કોરોના વાઇરસ મહામારીના કારણે આ સપ્તાહના પ્રારંભે, યૂરો કપ અને કોપા અમેરિકા આ બંને ટુર્નામેન્ટ આગામી વર્ષ સુધી મુલતવી રાખવામાં આવી હતી. UEFAએ તેના પ્રાદેશિક નેતાઓની વીડિયો કોન્ફરન્સ મિટિંગમાં ક્લબ વર્લ્ડ કપ અંગેનો નિર્ણય લેવાનું નક્કી કર્યું હતું.

કોરોનાવાઇરસને કારણે ફૂટબોલને ભારે નુકસાન

ફિફાએ એક સત્તાવાર નિવેદન જારી કર્યું હતું, જેમાં તેણે જાહેરાત કરી હતી કે, સંસ્થા આંતરરાષ્ટ્રીય મેચ કેલેન્ડરમાં CONMEBOL કોપા અમેરિકા અને UEFA યૂરોની નવી તારીખો (11 જૂનથી 11 જુલાઇ, 2021)ને સામેલ કરશે અને જૂન/ જુલાઇ, 2021માં યોજાનારા નવા ફિફા ક્લબ વર્લ્ડ કપનું નવું શિડ્યૂલ ક્યારે તૈયાર કરાશે, જેનો નિર્ણય પછીથી લેવામાં આવશે. સંસ્થા કોરોના વાઇરસ મહામારીની પરિસ્થિતિ પર દેખરેખ રાખવા માટે ફિફા કન્ફેડરેશન્સ વર્કિંગ ગ્રૂપની પણ રચના કરશે.

ફિફાએ ક્લબ વર્લ્ડ કપ ટુર્નામેન્ટ કરી સ્થગિત

કોરોના વાઇરસને કારણે ફૂટબોલને ભારે નુકસાન પહોંચ્યું છે. યૂરો 2020 અને કોપા અમેરિકા ટુર્નામેન્ટ આગામી વર્ષ સુધી મુલતવી રાખવામાં આવી છે. લા લિગા, પ્રિમીયર લિગ, સિરી એ અને બન્ડેસ્લિગા જેવી ઘણી સ્થાનિક સ્તરની લિગને કામચલાઉ ધોરણે સ્થગિત કરી દેવામાં આવી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (હૂ)એ યૂરોપ કોરોનાવાઇરસ મહામારીનું નવું 'એપીસેન્ટર' બની ગયું હોવાની જાહેરાત કરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.